Home /News /panchmahal /

Panchmahal: ગોધરા પાલિકાના સફાઈ કર્મીઓ પોતાની માંગણીઓ સામે અડગ, શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગ

Panchmahal: ગોધરા પાલિકાના સફાઈ કર્મીઓ પોતાની માંગણીઓ સામે અડગ, શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગ

સફાઈ

સફાઈ કામદારોની હડતાળ, ગોધરા

ફરજ પરથી હડતાળ પર બેઠેલા કામદારોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી.68 કાયમી સફાઈ કામદારોને નોટિસ ફટકારી,તાત્કાલિક ધોરણે ફરજ પર હાજર થવા સૂચન કર્યું.

    Shivam Purohit, Panchmahal: ગોધરા નગરપાલિકા( Godhra Municipality ) દ્વારા ગતરોજ સફાઈકર્મીઓ( Sweepers) દ્વારા પોતાની માગણીઓ( Demands )ને લઈને હડતાળ( Strike ) પાડવામા આવી હતી. જેને લઈને સફાઈકામદારોનો નોટીસ ( Notice ) આપવામા આવી છે. જેને લઈને કામદારોમા ભારે આક્રોશ( Extreme indignation) જોવા મળી રહ્યો છે.

    છેલ્લા 4 મહિનાથી કામદારોને પગાર ન મળતા તેઓની હાલત કફોડી.

    ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર( Daily) સફાઇ કામદારો સહિત પેન્શનરો( Pensioners) પણ પોતાની માગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરી ગયા છે.સફાઈ કામદારોનું છેલ્લા કેટલાક સમયથી ભરતી પી.એફના નાણા રેગ્યુલર પગાર સહિતની વિવિધ માગણીઓની બાબતે કામદારોની હાલત કફોડી બની છે.

    સુત્રોનાં જણાવ્યા અનુસાર પગાર સહિતની વિવિધ માગણીઓની બાબતે ગોધરા નગરપાલિકાના કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે.ગોધરા પાલિકા દ્વારા 106ની ભરતી માથી 70 જણને કાયમી સફાઈ કામદારના ઓર્ડર આપ્યા હતા જયારે 36 જેટલા સફાઈ કામદારોને હજી સુધીઓર્ડર આપવામાં આવ્યા નથી. જેના કારણે તેઓ પોતાના હક માટે વલખાં મારી રહ્યા છે.

    ફરજ પરથી હડતાળપર બેઠેલા કામદારોને પાલિકા દ્વારાનોટિસ આપવામાં આવી

    ફરજ પરથી હડતાળપર બેઠેલા કામદારોને પાલિકા દ્વારાનોટિસ આપવામાં આવીછે.કામદારોનાજણાવ્યા મુજબ તેઓએ હડતાળ બાબતની જાણ જવાબદાર તંત્રને જાણ કરી હતી.તે અંગેની ઓસી પણ તેઓ પાસે છે તેમ કામદારોએ જણાવી રહ્યા છે.કામદારોનું કહેવું છે કે અમે અમારા હક માટે લડી રહ્યા છીએ.અમને અમારી રજૂઆત અંગેનો જવાબ જોઈએ છે.

    કામદારોને છેલ્લા 4 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી તેમ કામદારો આગેવાન કમલેશભાઈ ચૌહાણેજણાવ્યું હતું.જ્યારે કાયમી સફાઈ કામદારો ને નોટીસ આપ્યા બાબતે ગોધરા નગરપાલિકાના સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઈ પટેલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર સફાઈકામદારોએ ગોધરાના ચીફ ઓફિસર અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ ને મળ્યા વગર સીધા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.

    આ પણ વાંચો: ખેતરમાં તળાવ બનાવી તમે પણ કમાઈ શકો શો આ રીતે ડબલ નફો

    પાલિકાએ 68 કાયમી સફાઈ કામદારોને નોટિસ ફટકારી,તાત્કાલિક ધોરણે ફરજ પર હાજર થવા સૂચન કર્યું.

    આ ઉપરાંત કાયમી અને રોજમદાર સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર માસથી પગારથી વંચિત છે તે વાત તદ્દન ખોટી છે જયારે હકીકતમાં એપ્રિલ અને મે મહિનાનો જ પગાર બાકી છે જ્યારે ઈપીએફ બાબતે નગરપાલિકા દ્વારા બબ્બે વખત સફાઈ કામદારોને નોટિસ આપી કેવાયસી કરવાની સૂચના આપવામાં આવી હતી.

    જેમાંથી હજુ પણ ચાર જેટલા સફાઈ કામદારોએ કેવાયસી કરાવીનથી જેના કારણે ઈપીએફ નાણા જમા થઈ શકતા નથી.12/24 ના લાભ બાબતે જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા માં એક પણ સફાઈ કામદારો 12/24 ના લાભથી વંચિત રહ્યા નથી અને જે કાયમી સફાઈ કામદારો છે એ લોકોને એકદમ ગેરકાયદેસર હડતાળ ઉપર ઉતરી આવ્યા છે જેને લઈ 68 સફાઈ કામદારો ને નોટીસ આપી તેમની ફરજ ઉપર તાત્કાલિક હાજર રહેવા જણાવ્યું હતું.

    પાલિકાના સફાઈ કામદારોને બાયોમેટ્રીક સિસ્ટમમાં લાગેલી હાજરી મુજબ જ પગારની ચૂકવણી કારાઈ છે :સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર

    નગરપાલિકા સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરનાં જણાવ્યા અનુસાર ગોધરા નગરપાલિકામાં જે 70 સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા છે એમની ફિંગર પ્રિન્ટ લેવાની બાકી છે પરંતુ સર્વિસ બુક ભરાઈ ગઈ છે અને જે તે સમયે ચીફ ઓફિસરની સહી પણ લીધેલ છે જે સફાઈ કામદારોના પાંચ વર્ષ પૂર્ણ થયા તે સફાઈ કામદારોને કાયમીના હુકમ પણ આપ્યા છે. અને તેમની સર્વિસ બુકમાં જે તે સમયે કાયમીના હુકમ આપ્યા હતા અને તેઓની સહી પણ લેવામાં આવી હતી અને ખાતાના વડા તરીકે સિનિયર સેનેટરી ઇન્સપેક્ટર તરીકે મારી પણ સહી છે.

    આ પણ વાંચો: તણાવભર્યા જીવનમાં ઉર્જાવાન રહેવું હોય તો કરો આ યોગ, મીનિટોમાં થઈ જશો રીફ્રેસ

    જ્યારે રોજમદાર સફાઈકામદારો વિશે તેઓએ જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા ચાર ઝોનમાં વિભાજિત કરવામા આવીછે અને દરેક ઝોનમાં બાયોમેટ્રિક સિસ્ટમ ફિશ થી હાજરી પૂરવામાં આવે છે અને જે લોકો સવારે હાજરી ભરાવે છે અને બપોરે હાજરી ભરાવતા નથી માટે જેટલી હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ ફિશ આવે એટલો જ પગાર બનાવ્યા છે માટે સફાઈ કામદારો એટલો જ પગાર આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन