Home /News /panchmahal /Godhra News: સ્વિડિશ દંપતીએ ગોધરાના બાળકને દત્તક લીધું, કહ્યું - અમારી ઇચ્છા પૂરી થઈ

Godhra News: સ્વિડિશ દંપતીએ ગોધરાના બાળકને દત્તક લીધું, કહ્યું - અમારી ઇચ્છા પૂરી થઈ

સ્વિડિશ દંપતીએ બાળકને દત્તક લીધું

ગોધરામાં આવેલા બાળગૃહના એક વર્ષીય બાળકને સ્વિડિશ દંપતીએ દત્તક લીધું છે. આ દંપતી સ્વીડનના સ્કોટહોમનું રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ ત્રણ મહિના પહેલાં મહિસાગર જિલ્લાના ખેતરમાં બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું.

    રાજેશ જોષી, ગોધરાઃ શહેરમાં આવેલા બાળગૃહના એક વર્ષીય બાળકને સ્વિડિશ દંપતીએ દત્તક લીધું છે. આ દંપતી સ્વીડનના સ્કોટહોમનું રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ ત્રણ મહિના પહેલાં મહિસાગર જિલ્લાના ખેતરમાં બાળકને ત્યજી દેવામાં આવ્યું છે. ત્યારે હવે તેને સ્વિડિશ પરિવારની હૂંફ મળી છે.

    ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની દિશામાં કટિબદ્ધ બની છે અને તે માટે પૂરતા પ્રયાસો કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળગૃહમાં આજે એક વર્ષ ત્રણ માસના બાળક આલોકને સ્વિડનના સ્ટોકહોમ શહેરના દંપતી હેન્સ માઈકલ અને લીના માર્ગરીટા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. એક વર્ષ ત્રણ મહિના પહેલાં આ બાળકને મહિસાગર જિલ્લાના એક ખેતરમાં ત્યજી દેવામાં આવ્યું હતું અને ગોધરાના ચિલ્ડ્રન્સ હોમમાં તેને લાવવામાં આવ્યું હતું

    આ પણ વાંચોઃ ‘ChatGPT’ શું છે, કોણે બનાવ્યું, જાણો તમામ માહિતી

    અમે હંમેશા બાળક દત્તક લેવાનું વિચારતા હતાઃ દંપતી


    ગોધરામાં સોમવારે બાળગૃહમાં દત્તક લેનારા સ્વીડિશ દંપતિ પૈકી માતા લીના માર્ગરીટા પણ વર્ષો અગાઉ તમિલનાડુના બાળગૃહમાંથી સ્વીડિશ પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. આ ઘટનાથી પ્રેરાઈને તેથી તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા. જેને લઇને તેઓ અગાઉ પણ એક બાળક દત્તક લઈ ચૂક્યા છે અને આલોકને દત્તક લેવા સાથે તેઓની વધુ એકવાર ઈચ્છા પૂરી કરી છે.


    અમે તેનો ફોટો જોતાં જ વાત્સલ્ય અનુભવ્યું હતુંઃ પિતા


    પિતા હેન્સ માઈકલે જણાવ્યુ હતુ કે, ‘કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર આલોકનો ફોટો જોતાં જ મને અને લીનાને બાળક સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને અમે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. અમે બાળકીની લર્નિંગ ડિસએબિલીટીઝથી અવગત છીએ અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવીશું.’ સ્વિડિશ દંપતિને આ બાળક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સોંપવામાં આવી હતી. બાળકીને સ્વિડિશ માતાપિતા મળતા બાળગૃહના તમામ લોકોના ખુશી જોવા મળી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Adopt, Godhra news, Godhra. Panchmahal News

    विज्ञापन