Home /News /panchmahal /PANCHMAHAL:ગોધરા બીઆરજીએફ ભવન ખાતે રાજ્ય લોક નૃત્ય ઉત્સવ યોજાયો,નૃત્યકારોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા
PANCHMAHAL:ગોધરા બીઆરજીએફ ભવન ખાતે રાજ્ય લોક નૃત્ય ઉત્સવ યોજાયો,નૃત્યકારોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા
લોક નૃત્ય ઉત્સવ, પંચમહાલ
ગરવી ગુજરાતની આ કળા સોળે કળાએ ખીલી ઉઠી હતી સૌએ અદ્ભુત અને અનેરી કળાનો આનંદ માણ્યો હતો. તેમા ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્ય રજુ કરવામાં આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત મહાનુભાવો અને...
Shivam Purohit, Panchmahal : પંચમહાલ અને દાહોદ જિલ્લો આદિવાસી સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે ત્યારે આ જિલ્લાના લોક સાહિત્ય તથા લોક નૃત્યો વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે અને તેમાં પણ પંચમહાલ જિલ્લાના મોરલા ગણાતા ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારાપંચમહાલ અને ભારતીય સંસ્કૃતિને નૃત્યના માધ્યમથી દેશ વિદેશ સુધી લઈ જઈ ખ્યાતી મેળવી દેશનું નામ રોશન કર્યુંછે ત્યારે ગોધરા શહેર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રાજ્ય લોકનૃત્ય ઉત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નૃત્યકાર ભરત બારીયા અને અક્ષય પટેલની નૃતયાવલી ટીમ દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રાજ્ય લોકનૃત્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી
ગોધરા શહેરના બી.આર.જી.એફ.ભવનનાં સભા ખંડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રાજ્ય લોકનૃત્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલોલ પંચમહાલનુ ગૌરવ એવા ગૌરવ પુરસ્કાર નૃત્યકાર ભરત બારીયા અને અક્ષય પટેલની નૃતયાવલી ટીમ દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ પી.જી.પટેલની આગેવાનીમા મધુર સંગીત સાથે ગુજરાતની કળા જોવાનો એક રૂડો અવસર મળ્યો હતો.
મંત્રમુગ્ધ કરી દે તેવા સાંસ્ક્રૃતિકનૃત્ય જોઈ ઉપસ્થિત મહેમાનોએ કલાકારોને બિરદાવ્યા.
કાર્યક્રમ દરમિયાનનૃત્યકાર ભરત બારીયા અને અક્ષય પટેલની નૃતયાવલીથીગરવી ગુજરાતની કળા સોળે કળાએ ખીલી ઉઠી હતી સૌએ અદ્ભુત અને અનેરી કળાનો આનંદ માણ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્ય પણ રજુૂ કરવામાં આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો નૃત્ય જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.ઉપસ્થિતિ રહેલા તમામ મહેમાનોઓ ખુબજ પ્રશંસા કરી કલાકારોને બિરદાવ્યા હતા.સાથે સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.
કાર્યક્રમમાંનગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી ,નેહાબેન રાઉલજી, ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મેશભાઈ મહેતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિરેનભાઇ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદના ઈમેશભાઈ પરીખ, મનુભાઈ ભગત, તેમજ નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.