પંચમહાલ: આજે ૧૪ જાન્યુઆરી, મકરસંક્રાંતી પર્વ. આજે સમગ્ર પંચમહાલ જિલ્લામાં પ્રજા હર્ષોલ્લાસથી ઉત્તરાયણનો આ તહેવાર ઉજવશે. શાસ્ત્રી જિજ્ઞેશ ઉપાધ્યાયનાં જણાવ્યા અનુસાર આપણા જ્યોતીષ શાસ્ત્ર મુજબ ૬ મહીના દક્ષીણાયન તથા ૬ મહીના ઉત્તરાયણ રહે છે, જેમાં આજે બપોરે ૨:૩૦ કલાકથી સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરશે જેથી મકરસંક્રાંતીની શરૂઆત થશે.
સૂર્યનો મકર રાશીમાં પ્રવેશ થતા તમામ ૧૨ રાશીને કેવું ફળ આપશે તેમજ કઇ રાશીને ઉત્તમ ફળ મળશે તથા કોને સાવધાની રાખવાની આવશ્યકતા છે. આવો જાણીએ વાસ્તુ પાયરા વાસ્તુ વિશારદ તેમજ જ્યોતીષ આચાર્ય , શાસ્ત્રી જિજ્ઞેશ ઉપાધ્યાય પાસે થી..