Home /News /panchmahal /Panchmahal: અસત્ય પર સત્યની થશે જીત; લાલબાગ મંદિર ગ્રાઉન્ડમાં થશે રાવણ દહન

Panchmahal: અસત્ય પર સત્યની થશે જીત; લાલબાગ મંદિર ગ્રાઉન્ડમાં થશે રાવણ દહન

ગોધરા શહેરના લાલબાગ મંદિર ગ્રાઉન્ડમાં દહન થતાં રાવણની કેટલીક રોચક બાબતો

નવરાતત્રીના નવ દિવસ ગરબા રમી , માતાજીની આરાધના કર્યા બાદ દશેરાના દિવસ ને,એટલે કે નવરાત્રીના દસમાં દિવસને અસત્ય પર સત્યની વિજય દર્શાવતા, મહાપર્વને દશેરા તરીકે મનાવવામાં આવે છે.

  Prashant Samtani , panchmahal: ભક્તોના ભક્ત એવા મહાદેવના પરમ ભક્ત દશાનન રાવણ નો અવસાન દિવસ એટલે દશેરો. દશેરાના દિવસે રાવણ દહન કર્યા બાદ જલેબી અને ફાફડા ખાવાની મજા જ અલગ હોય છે. નવરાતત્રી ના નવ દિવસ ગરબા રમી , માતાજીની આરાધના કર્યા બાદ દશેરાના દિવસ ને,એટલે કે નવરાત્રીના દસમાં દિવસને અસત્ય પર સત્યની વિજય દર્શાવતા, મહાપર્વને દશેરા તરીકે મનાવવામાં આવે છે.

  દશેરાના દિવસે રામાયણમાં રામ ભગવાને રાવણનો વધ કર્યો , ત્યારે આસોસુદ દશમ હતી જેથી દસમના દિવસને દશેરાના મહાપર્વ તરીકે મનાવવામાં આવે છે .જે દિવસે લોકો હર્ષ ઉલ્લાસથી રાવણ દહન કરીને ફાફડા અને જલેબી ની મોજ માણી ને પોતાના જીવનમાંથી અંધશ્રદ્ધા , રૂઢીચુસતા અને તમામ પ્રકારની નેગેટિવ બાબતોને દૂર કરી પોઝિટિવ અને સકારાત્મક એનર્જીને મહેસુસ કરી આ મહાપર્વને મનાવતા હોય છે.

  ગોધરા નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય દશેરા મહોત્સવની ઉજવણી માટેની તળામાડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી રાજસ્થાનના આઠ થી દસ કારીગરો દ્વારા લાલબાગ મંદિર ખાતે આશરે 40 ફૂટનો ઊંચો રાવણ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યત્વે એક રાવણનું પૂતળું બનાવતા આશરે ૧૦ થી ૧૫ દિવસ જેટલો સમય લાગતો હોય છે. મોટા મોટાભાગના પૂતળા નું કામ કારીગરો દ્વારા લાલબાગ મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવતું હોય છે.  રાવણનું પૂતળું બનાવવા માટે મુખ્યત્વે ન્યૂઝ પેપર, સુત્રીના કોથળા, વાસના લાકડા અને ગુંદર નો ઉપયોગ થાય છે. સૌપ્રથમ રાવણ બનાવવાની શરૂઆત એક સ્ટ્રક્ચરથી કરવામાં આવે છે, જે વાંસના લાકડાથી સ્ટ્રક્ચરને બનાવવામાં આવે છે જેનાથી શરીરની બોડી ને આકાર મળે છે .ત્યારબાદ તે વાંસના ઢાંચાને ન્યુઝ પેપરથી ઢાંકી દેવામાં આવે છે.  અને આવી રીતે રાવણનું આખું પૂતળું તેના ખરા શેપમાં આવે છે. તેની અંદર જુદા જુદા પ્રકારના ફટાકડા ભરીને તેને બહારથી મસ્ત મજાનો કલર કરવામાં આવે છે. રાવણ ખાસ કરીને તેના 10 માથાથી ઓળખાય છે , પૂતળામાં પણ 10 માથા હોય છે એક વચ્ચે રાવણનું મોટું માથું અને તેની આજુબાજુ નવ એમ ટોટલ કરીને દસ માથા વાળા પૂતળા ને નિહાળવા માટે દશેરાના દિવસે આખું ગોધરા ઉમટી પડે છે.


  રાવણમાં મુખ્યત્વે રાવણમાં મુખ્યત્વે 30 થી 40 હજાર રૂપિયાના ફટાકડા ભરવામાં આવતા હોય છે , જેમાં ખાસ કરીને લટરો અને સુતળી બોમ્બ હોય છે, રાવણની આંખોમાં મસ્ત મજાના ફુવારા હોય છે, અને રાવણના માથાના ભાગે ચકેડી હોય છે . રાવણનું દહન શરૂ કરવા માટે એક દોરીને કાઢીને આગળ સુધી ખેંચવામાં આવતી હોય છે, જેના ઉપર અગ્નિ પ્રજવલિત કરીને રાહન દહન ની શરૂઆત કરવામાં આવે છે .  ગોધરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા રાવણ પાછળ આશરે 1.5 લાખ જેટલો ખર્ચો કરવામાં આવે છે . જેના માટે રાજસ્થાનના નાથુભાઈ કારીગરને દશેરાથી આશરે 15 - 20 દિવસ પહેલા રાવણનું પૂતળું તૈયાર કરવા માટે ગોધરા ખાતે બોલાવી દેવામાં આવે છે .ત્યારે નાથુભાઈ અને તેના કારીગરોની ટીમ ગોધરાના નગરજનો માટે મસ્ત મજાનું રાવણનું પૂતળું તૈયાર કરતા હોય છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાલબાગ મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે .ઉપરાંત ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ પણ તેનાત કરી દેવામાં આવે છે.  રાવણ જોવાની ખરી મજા તો નાના નાના ભૂલકાઓ લે છે. જ્યારે રાવણ દહનથી પહેલા ભૂલકાઓ પોતાનું સ્થાન લઈ લેતા હોય છે, અને રાવણ દહનની રાહ જોતા હોય છે , ત્યારે અવારનવાર પોતાના માતા પિતાને પૂછતા હોય છે " મમ્મી પપ્પા રાવણ દહન ક્યારે થશે , હજી કેટલીક વાર " ત્યારે માતા પિતા પણ પોતાના બાળકને હસતા મોઢે સાંત્વના પાઠવતા હોય છે, અને રાહ જોવા જણાવતા હોય છે .  તેવા જ ભૂલકાઓ માટે ગોધરા નગરપાલિકા દ્વારા રાવણ દહન પહેલા અડધો કલાક ભવ્ય આતસભાજીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દશેરાના દિવસે સાંજના 6:30 વાગ્યે આતિશબાજીની શરૂઆત કરવામાં આવશે અને આશરે 7:00 થી 7:30 ની વચ્ચે રાવણ દહનની શરૂઆત થશે. સમયસર પોતાના બાળક અને પરિવાર સાથે ગોધરાની જનતા દશેરાનો મહાપર્વ નિમિતે રાવણ દહનની મજા માણે તે માટે ગોધરા નગરપાલિકા દ્વારા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन