Home /News /panchmahal /સોમાભાઈનો ગૌ પ્રેમ; અનેક કઠણાઈઓ વચ્ચે પસાર કહ્યું જીવન, અત્યારે કરી રહ્યા છે 200 ગાયોની સેવા

સોમાભાઈનો ગૌ પ્રેમ; અનેક કઠણાઈઓ વચ્ચે પસાર કહ્યું જીવન, અત્યારે કરી રહ્યા છે 200 ગાયોની સેવા

ગૌ ભક્ત સોમાભાઈ

Cow Devotee Somabhai Bariya: ગૌ ભક્ત સોમાંભાઈને રાજા હરિશ્ચંદ્રની જીવન કહાની જેમ જ કઠીનાઈઓ વચ્ચે પસાર થવું પડ્યું હતું. તેમ છતાં સોમભાઇ અને સ્વજનો હિંમત નહોતા હાર્યા અને પોતાનું મકાન, જમીન અને પત્નીના ઘરેણાં ગીરવે મૂકી પુત્રનું ભણતર બંધ કરાવી ગાયના ખર્ચ માટે કડિયા કામની મજૂરીએ મોકલનારા ગૌ ભક્ત સોમાભાઈને ખરેખર સો સો સલામ છે.

વધુ જુઓ ...
  રાજેશ જોષી, પંચમહાલ: ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સફળતા એક દિવસ તમારા કદમ ચુમશે સ્વામી વિવેકાનંદનું આ વાક્ય ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામના નિઃસ્વાર્થ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતાં ગૌ પ્રેમી સોમાભાઈ બારીયાએ યથાર્થ સાબિત કરી બતાવ્યું છે. કતલખાને જતી ગાયને બચાવવા માટેની નેમ લીધા બાદ ગૌ ભક્ત સોમાંભાઈને રાજા હરિશ્ચંદ્રની જીવન કહાની જેમ જ કઠણાઈઓ વચ્ચે પસાર થવું પડ્યું હતું. તેમ છતાં સોમભાઇ અને સ્વજનો હિંમત નહોતા હાર્યા અને પોતાનું મકાન, જમીન અને પત્નીના ઘરેણાં ગીરવે મૂકી પુત્રનું ભણતર બંધ કરાવી ગાયના ખર્ચ માટે કડિયા કામની મજૂરીએ મોકલનારા ગૌ ભક્ત સોમાભાઈને ખરેખર સો સો સલામ છે.

  ગૌ ભક્ત સોમાભાઈને ખરેખર સો સો સલામ


  ઉલ્લેખનીય છે કે, સોમાભાઈની ગૌ ભક્તિથી પ્રેરાઈને કેટલાક દાતાઓએ તેઓને અગાઉ મદદ પણ કરી હતી. ગૌભક્ત સોમાભાઈ સનાતન સંસ્કૃતિ સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની પણ ચિંતા કરી રહ્યા છે. ત્યારે સોમાભાઈને કેવી રીતે ગાયની સેવા કરવાની પ્રેરણા મળી જેને ટૂંકમાં જાણીએ તો તેઓ એકવાર પાવાગઢ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે ટેમ્પોમાં કતલના ઇરાદે 20 ગાય લઈ જવાતી હતી જે નિહાળી તેઓનું દિલ દ્રવી ઉઠ્યું હતું અને ત્યારથી જ તેઓએ પોતાના વિસ્તારમાં ઘેર ઘેર જઈ દૂધ નહિ આપતી અને શારીરિક નબળાઈ ધરાવતી ગાય પોતાને આપી દેવાની જાહેરાત કરી હતી.

  આ પણ વાંચો: ગીર સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ખાસ પ્રકારના બોલથી રમાઈ મેચ

  શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર બન્યા


  આજે સોમાભાઈ પણ આપણા ઋષિ મુનિઓ દ્વારા ગાયના ગોબર અને મૂત્રમાંથી કેટલીક વસ્તુઓ બનાવવાનો રાહ ચીંધ્યો હતો જેને પણ  અનુસરી રહ્યા છે. સામાન્ય રીતે હોળી લાકડાથી જ પ્રગટાવવામાં આવતી હોય છે પરંતુ આજકાલ સતત બદલાતા વાતાવરણ અને આડેધડ થતાં વૃક્ષછેદન બાદ હવે જન જાગૃતિ સાથે વૈદિક હોળીનો ટ્રેન્ડ વધતો જાય છે. વૈદિક હોળી માટે વપરાતી ગૌ સ્ટીક થકી બાકરોલ ગૌ શાળા સંચાલક સોમાભાઈ બારીયા શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર બન્યા છે. ગૌ સેવાનો ભેખ ધારણ કરેલા સંઘર્ષ કરતા સોમાભાઈ હાલ એટલા આત્મનિર્ભર બન્યા છે કે હાલ પોતાની ગૌ શાળા ની સાથે ગાયના છાણમાંથી ગૌ સ્ટીક, છાણા, દીવડા, ગૌનાઇલ, ગૌ મુત્ર અર્ક સહિત વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે સાથે જ ગામની મહિલાઓ સહિત 65થી વધુ લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે..

  આ પણ વાંચો: સગીર દીકરીના પ્રેમીને બચાવવા જતા પિતા મોતને ભેટ્યા

  સોમાભાઈ અન્યોને રોજગારી પુરી પાડી રહ્યા છે


  સોમાભાઈની ગૌ શાળામાં બનેલી ગૌ સ્ટીકની હોળી નિમિતે જબરદસ્ત માંગ છે અને હાલ તેઓ આ ગૌ સ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે અને જેમાં નફાનું ધોરણ પણ ખાસ રાખતાં નથી. ઉલ્લેખનીય છેકે અગાઉ સોમાભાઈનો પરિવાર અને તેમના મિત્રો ઘેર ઘેર ફરી દશ વીસ રૂપિયા દાન લઈ સો ઉપરાંત ગાયનું ભરણપોષણ કરતાં હતાં ત્યારે આજે અહીં 200 ઉપરાંત ગાય છે અને જેનો ખર્ચ કરવા ઉપરાંત સોમાભાઈ અન્યોને રોજગારી પુરી પાડી રહ્યા છે ત્યારે આવા ગૌભક્ત સોમાભાઈ દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ ખરીદી તેઓની ગૌ સેવાના સૌ સહભાગી બને એ પણ જરૂરી છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Cows, Panchmahal, Panchmahal News