ગોધરા,પંચમહાલ: ગોધરામાં ગતરોજ લગ્નનાં વરઘોડામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. માસ્ક ને લઈ ને દંડ વસુલ કરતી પોલીસ ની ગેરહાજરી સામે લગ્નના ઉત્સાહમાં કોરોના ભૂલાયો હોય તેમ વરધોડામાં કોરોના ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરીને લોકો નાચ્યા હતા.
ગોધરા ના કાછીયાવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ડીજે સાથે લગ્ન નો વરધોડો નિકળ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા. જેને પગલે પ્રજાજનોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે, રાત્રી દરમ્યાન પેટ્રોલીંગ કરતી પોલીસ કયા હતી? એક તરફ શહેર પોલીસ માસ્ક ના નામે શહેરીજનો પાસે દંડની વસૂલાત કરે છે તો બીજીતરફ કોવિડ ગાઈડલાઈન ના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે.
હાલ પંચમહાલ માં રોજના ૪૦ થી વધુ કોવિડ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે છતાં લોકો બેદરકારી રાખી રહ્યા છે. આ જ રીતે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ને અવગણવામાં આવશે તો આવનારા સમયમાં કોરોના બેકાબુ થાય તો તેનાં માટે જવાબદાર કોણ? તંત્ર કે પ્રજા?