ભારત પાકિસ્તાનના ભાગલા પડવાથી સિંધી લોકોએ સિંધ છોડી ભારત તરફ પ્રયાણ કર્યું
સિંધી સમુદાયના લોકો ભાગલાના સમયે ટ્રેન અને પાણીના જહાજની મારફતે ભારત દેશમાં આવ્યા હતા. તે સમયે સરકાર દ્વારા રેફ્યુજી સિંધઓ તથા અન્ય હિન્દુ લોકો માટે ઘણી બધી જગ્યાએ રેફ્યુજી કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્યત્વે સિંધી સમુદાયના લોકો માટે બાટવા , જયપુર , બારમેર , કેથરલ , ઉલ્લાસનગર , કલ્યાણ કેમ્પ વગેરે મોટા રેફ્યુજિક એમનું આયોજન કર્યું હતું.
Prashant Samtani, panchmahal - 1947 ના રોજ ભારત દેશને આઝાદી મળી તેની સાથે સાથે જ લાખો હિન્દુ ધર્મના લોકો, જેઓ પાકિસ્તાનની સરહદમાં રહેતા હતા તેમણે પોતાના માલ મિલકતને ત્યાંની ત્યાં છોડીને ભારત દેશમાં પલાણ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાનમાં રહેતી જૂનામાં જૂની હિન્દુ કોમ સિંધી સમુદાય હંમેશાથી જ હિન્દુ ધર્મને અનુસરતું આવ્યું છે. અને પોતાના ધર્મને બચાવવા માટે સિંધી સમુદાયના લોકોએ ભારત પાકિસ્તાનના ભાગલા પડતાની સાથે જ ભારત દેશમાં આવવાનું નક્કી કર્યું અને પોતાનું સ્થળાંતર કર્યું. ખાસ કરીને પાકિસ્તાનમાં ઉત્તરસિંધ , કેટી બંદર, સિંધ , હૈદરાબાદ, લાડકાણું, શિકારપુર , સખર , દાદુ, કરાંચી , લાહોર વગેરે જિલ્લા અને શહેરોમાં સિંધી સમાજના લોકો વસતા હતા. પરંતુ આ બધા વિસ્તારો પાકિસ્તાનની સરહદમાં આવી જતા, તેઓએ નાછૂટકે પોતાનો ધર્મ બચાવવા માટે પોતાની માલમિલકત, વ્યવસાય, સોના ,ચાંદી તમામ વસ્તુઓ છોડીને ભારત દેશ આવવાની ફરજ પડી હતી.
પાકિસ્તાનથી આવ્યા અનેક સિંધી લોકો
સિંધી સમુદાયના લોકો ભાગલાના સમયે ટ્રેન અને પાણીના જહાજની મારફતે ભારત દેશમાં આવ્યા હતા. તે સમયે સરકાર દ્વારા રેફ્યુજી સિંધઓ તથા અન્ય હિન્દુ લોકો માટે ઘણી બધી જગ્યાએ રેફ્યુજી કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્યત્વે સિંધી સમુદાયના લોકો માટે બાટવા , જયપુર , બારમેર , કેથરલ , ઉલ્લાસનગર , કલ્યાણ કેમ્પ વગેરે મોટા રેફ્યુજિક એમનું આયોજન કર્યું હતું. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લુણાવાડા ખાતે રેફુજી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાઠીયાવાડમાં પણ ઘણા બધા રેફ્યુજિ કેમ્પસનું આયોજન થયું હતું. જે સિંધી વ્યક્તિઓ પાસે પોતાની પાકિસ્તાનની જગ્યાના દસ્તાવેજો હતા , તેમની પ્રોપર્ટી ના બદલામાં સરકારે ન્યૂનતમ રકમથી ભારત દેશમાં તે સમયના કાયદા અને નિયમો મુજબ જગ્યાઓની ફાળવણી કરી હતી. આ ઉપરાંત તે સમયના જે મુસ્લિમ લોકો હતા , જે પોતાની સંપત્તિઓ છોડીને પોતાના દેશ પાકિસ્તાન ગયા હતા, તે સંપત્તિ સરકારે રેફ્યુજીઓને રહેઠાણ વ્યવસ્થા તરીકે સોંપી હતી. અથવા ન્યૂનતમ રકમથી આપી હતી.
સિંધી લોકોએ ગોધરા કેમ પસંદ કર્યું ?
ભાગલાના સમયે ઘણા બધા સિંધી હિન્દુઓ ટ્રેન અને શિફ્ મારફતે ગોધરા ખાતે સ્થાયી થયા હતા. તે સમયે ગોધરા એ પંચમહાલ દાહોદ અને મહીસાગર ત્રણ જિલ્લાઓને જોડતો એક જીલ્લો હતો. જે તે સમયે વિકસિત ન હતો. પરંતુ અહીં વેપાર ની સાથે સાથે સલામતી અને સુખ સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે સિંધી સમાજના પરિવારોએ અહીં વસવાટ કરવાનું નક્કી કર્યું. સમય વિતવાની સાથે સાથે સિંધી સમુદાયના લોકોએ જુદા જુદા પ્રકારના વેપાર ધંધા કરી તેમાં પોતાની કિસ્મત આજમાવી હતી.
ગોધરામાં સિંધી લોકોની કેટલી છે વસ્તી ?
મહેનત અને લગનથી વેપારમાં દિવસ અને રાત મહેનત કર્યા પછી સિંધી સમુદાયના લોકોએ ખૂબ સારી એવી સફળતા મેળવી. અને સમય જતા તેઓએ પોતાના પરિવાર અને મિત્ર સર્કલના લોકોને ગોધરા આવવા માટે આગ્રહ કર્યો. આમ જોતા ઘણા બધા અન્ય શહેરોમાં રહેતા સિંધી પરિવારોએ ગોધરામાં પલાયણ કર્યું. આજે ગોધરામાં સિંધી સમાજના 20 થી 25000 લોકો વસવાટ કરે છે જેમાં ખાસ કરીને લાડઈ, ઉતરાધી , ભાનુંસાલી સિંધીઓ વસે છે. જેઓ જુદા જુદા પ્રકારના વેપાર ધંધા કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન કાઠીયાવાડ વગેરે રાજ્યમાં ખૂબ મોટી સંખ્યા ના લોકો વસવાટ કરે છે.