તમને જાણીને નવાઈ લાગશે કે આ સિંધી મુવીનો બીજો ભાગ છે, જે વરદાન 2 ના નામથી રીલીઝ કરવામાં આવી છે. આ મુવીના પ્રથમ ભાગને દેશભરમાં સિંધી સમુદાયના લોકોએ આપેલા નોંધપાત્ર પ્રતિભાવને ધ્યાને લઈને ડાયરેક્ટર દ્વારા તેનો બીજો ભાગ રિલીઝ કરવામાં આવ્યો છે.
Prashant Samtani, Panchmahal - લોકો બોલીવુડ અને હોલીવુડની ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય છે. અને જુદા જુદા સિનેમા ઘરોમાં જઈને પોતાના પરિવાર મિત્રો સાથે ફિલ્મની મજા માણતા હોય છે, પરંતુ જ્યારે ફિલ્મ પોતાની જ માતૃભાષામાં હોય તે ફિલ્મ જોવાનો અનેરો આનંદ હોય છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં અર્બન ગુજરાતી મુવી નો ટ્રેન્ડ વિકાસ તો જોવા મળી રહ્યો છે, જુદા જુદા પ્રકારની થીમ અને કોન્સેપ્ટ ને ધ્યાનમાં લઈને ગુજરાતી મુવીસ બનતી હોય છે. આ ટ્રેન્ડની સાથે સાથે માતૃભાષાનો વિકાસ વિસ્તાર પ્રસાર થાય તે હેતુથી ગુજરાતના અમદાવાદ શહેરના નરેશ ઉધાણી ડાયરેક્ટર દ્વારા સિંધી ભાષામાં એક મૂવી બનાવીને તેને રિલીઝ કરી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ સિંધી મુવીનો બીજો ભાગ છે, જે વરદાન 2 ના નામથી રીલીઝ કરવામાં આવી છે. આ મુવીના પ્રથમ ભાગને દેશભરમાં સિંધી સમુદાયના લોકોએ આપેલા નોંધપાત્ર પ્રતિભાવને ધ્યાને લઈને ડાયરેક્ટર દ્વારા તેનો બીજો ભાગ વરદાન 2 બનાવીને રિલીઝ કરવામાં આવી છે.
પ્રથમ ભાગને સફળતા મળતા ફિલ્મનો બીજો ભાગ બનાવ્યો
સિંધી ભાષા નું પ્રભુત્વ જળવાઈ રહે અને સિંધી સમુદાયના લોકો સિંધી ભાષામાં જ ફિલ્મનો આનંદ માણી શકે અને પોતાના પરિવાર અને મિત્રો સાથે મોજ કરી શકે તે હેતુથી સિંધી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ દિવસ અને દિવસે વધતો રહ્યો છે. સામાન્ય રીતે સિંધી ફિલ્મો youtube અને ઓનલાઇન પ્લેટફોર્મ પર જ જોવા મળતી હોય છે, પરંતુ ગોધરા શહેરમાં આવેલ મલ્ટિપ્લેક્સ સિલ્વર સ્ક્રીન મલ્ટિપ્લેક્સ દ્વારા ગોધરામાં વસતા 20 થી 25000 સિંધુ સમુદાયના લોકો ની માંગને ધ્યાનમાં લઈને સિંધી ફિલ્મ બતાવવાનો નિર્ણય કર્યો છે, અને એક અઠવાડિયા સુધી રોજ એક શો વરદાન ટુ ફિલ્મ બતાવવાનું તારીખ 16 ડિસેમ્બર થી શરૂ કરવાના છે.
સિલ્વર સ્ક્રીન મલ્ટિપ્લેક્સ ના મેનેજર નિતીન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , ગોધરા શહેરમાં અવારનવાર લોકોને માંગ આવતી હતી કે જે સિંધી પિક્ચરો રિલીઝ થાય છે, તે તમે તમારા થિયેટરમાં બતાવો. તેમને માંગને ધ્યાનમાં લઈને અમે એક અઠવાડિયા સુધી સિંધી ફિલ્મનો રોજનો એક શો બતાવવાનું નક્કી કર્યું છે. રાત્રે 9 વાગ્યે 45 મિનિટે આશો રાખવામાં આવેલ છે જેનો મૂલ્યદર 130 રૂપિયા રાખવામાં આવેલ છે. વધુને વધુ સિંધી સમાજના લોકો સિંધી ભાષામાં જ બનેલ આ ફિલ્મે નિહાળે અને પોતાના પરિવાર અને મિત્રો સાથે માતૃભાષામાં બનેલ આ ફિલ્મનો આનંદ માણ્યો તે માટે આમંત્રણ પણ પાઠવેલ છે.