ગોધરા શહેર માં આ જગ્યાએ મળે છે ઓરીજનલ કચ્છી દાબેલી
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ કર્ણાવતી દાબેલી જે છેલ્લા 25 વર્ષોથી કચ્છી દાબેલી બનાવીને ગોધરા શહેરમાં વેચાણ કરે છે.
PRASHANT SAMTANI, PANCHMAHAL-આખા ગુજરાતમાં જો સૌથી સારી અને ટેસ્ટી દાબેલી મળતી હોય તો એકજ નામ આવે કચ્છની દાબેલી, ગુજરાત સહીત સમગ્ર દેશના લોકો કચ્છની દાબેલીના દિવાના છે. લોકો સ્પેશીયલ દાબેલી ખાવા કચ્છ જતા હોય છે. લોકો કચ્છી દાબેલી ખાવા માટે લાંબી લાંબી કતારો લગાડતા હોય છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ કર્ણાવતી દાબેલી જે છેલ્લા 25 વર્ષોથી કચ્છી દાબેલી બનાવીને ગોધરા શહેરમાં વેચાણ કરે છે. મૂળ આદીપુર,કચ્છ ના રહેવાશી રામચંદ્ર ચેલારમાંણી ધ્વારા આજથી 25 વર્ષ અગાઉ ગોધરા શહેરમાં કચ્છી દાબેલી નો ધંધો શરુ કર્યું હતું. રામચંદ્ર 25 વર્ષ પહેલા કચ્છથી દાબેલી સીખી અને ગોધેરા શહેરમાં ધંધો શરુ કાર્ય હતું. ગોધરાના બજારોમાં કચ્છી દાબેલીની ઘણી માંગ છે. ગોધરા શહેરમાં ફક્ત કર્ણાવતી દાબેલીમાં ઓરીજનલ કચ્છી દાબેલી મળે છે. 2 રૂપિયાથી શરુ કરી આજે 25 રૂપિયામાં દાબેલી વેચે છે. –
ગોધરા શહેર માં રામચંદ્રએ આવી શરુઆતમાં 2 રૂપિયાથી દાબેલી વેચવાનું શરુ કર્યું હતું. વર્ષો વિતતા મોંઘવારી વધતા આજે દાબેલીની કીમત 25રૂપિયાસુધી પહોચી ગઈ છે. પરતનું લોકોને તે દબેલીના ટેસ્ટના કારણે 25 રૂપિયા આપી અને શોખથી દાબેલી ખાય છે.
ગોધરા શહેરમાં 200 ઉપરાંત દાબેલીની દુકાનો તેમ છતાય આ દુકેને લાગે છે લોકોની લાઈન –
સમગ્ર ગોધરા શહેરમાં 200 થી પણ વધુ દાબેલી વેચતી દુકાનો તથા લારીઓ આવેલી છે. પરંતુ ગોધરા શહેરના લોકોને આ એકજ જગ્યાની દબેલીનો ચસ્કો લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કર્ણાવતી દાબેલી જે ગોધરા શહેરના બમ્રોલો રોડ પર આવેલ છેજે ગોધરા શહેરથી આશરે 2 કિ.મી. દુર છે તેમ છતાય ગોધરાના લોકો આ દાબેલી ખાવા ગોધરા શહેરમાં આવેલ દાબેલી છોડીને પણ આ દાબેલી ખાવા આવે છે લોકો. દિવસમાં આશરે 300 દબેલીનું વેચાણ –
કર્ણાવતી દાબેલી પર દિવસની આશરે 300 દબેલીનો વેચાણ થાય છે અને વિકેન્દ ના દિવસોમાં 500 થી પણ વધુ દાબેલી નો વેચાણ થાય છે.