પંચમહાલ: કોરોના કાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1 થી 5 ધોરણ ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી શાળા ના વર્ગો બંધ છે ત્યારે કોરોના હવે હળવો પડતા ખુલતા દિવાળી બાદના સત્ર ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. જેમાં તમામ શાળાઓમાં કોવિડ એસઓપી નું પાલન કરવાનું ફરજીયાત રહેશે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યા ન હતા. જ્યારે આજથી પંચમહાલ જિલ્લામાં ધોરણ 1 થી 5 ની શાળાઓ મા વિદ્યાર્થીઓના આગમન શરૂ થઇ ચૂક્યા છે તેમજ હજુ વેકેશન ઉઘડતા બાળકો વેકેશનના મુડમાં જોવા મળી રહ્યા છે જેના કારણે શાળાઓમાં સંખ્યા ઓછી જોવાઇ રહી છે. ત્યારે ગોધરાની શારદા મંદિર સ્કૂલ ની મુલાકાત લેતા શાળાના આચાર્ય દ્વારા શું કહેવામાં આવ્યું આવો જાણીએ...