Home /News /panchmahal /Panchmahal: આ સરપંચનાં પરિવારમાં એવી ઘટના બની કે, તેમણે 75 હજાર લોકોને અંગદાન કરવા તૈયાર કર્યા

Panchmahal: આ સરપંચનાં પરિવારમાં એવી ઘટના બની કે, તેમણે 75 હજાર લોકોને અંગદાન કરવા તૈયાર કર્યા

પંચમહાલ ના સરપંચે 75000 લોકો ને અંગદાન માટે તૈયાર કર્યા, જુઓ શું છે સમગ્ર વિગત. 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પીંગલી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીએ ગુજરાતમાં ફરીને 75000થી વધુ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કર્યા છે.તેઓ ગુજરાતમાં 9 મહિના સુધી અંગદાન અંગે મુહિમ ચલાવી હતી.

    Prashant samtani, panchmahal: અંગ દાન એ મહાદાન છે. પંચમાહલ જિલ્લાના કાલોલ તાલુકાના પીંગલી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીએ ગુજરાતમાં 9 મહિનાના ટૂંકા ગાળામાં ફરીને 75000થી વધુ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કર્યા છે. જેમાં તમામ લોકોએ ફોર્મ ભરી પોતાના અંગોનું દાન કરવા તૈયારી બતાવી છે.

    દેશ અને દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની પાસે પૈસા તો ઘણા છે. છતાં તેઓ દાન માંગી રહ્યા છે, પણ તે દાન પૈસાનું નહીં શરીરના કિંમતી અંગ અને રક્તનું છે. કુદરતે આપેલ ખોડખાપણના કારણએ પીડાત લોકોને અંગદાનની સૌથી વધુ જરૂર હોંય છે. કોરોના મહામારી દરમિયાન લોકોને પોતાના શરીર અને આરોગ્ય ની ખરી કિંમત સમજાઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ નું અકાળે અવસાન થાય છે, ત્યારે જો તેના શરીરના અંગો જેવા કે, ચક્ષુ, કિડની, લીવર, હ્રદય, બ્રેન વગેરે જેવા અંગો જો જરૂરિયાત મંદ લોકો ને દાન કરવામાં આવે તો ઘણા લોકો ને નવજીવન મળી શકે છે.ટ

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પીંગલી ગામના સરપંચ વિજયસિંહ સોલંકીના પરિવારમાં 3 વર્ષ પહેલા તેઓના 35 વર્ષીય ભત્રીજાનું અકસ્માતમાં અનસાન થઈ જતા તેઓને અંગનો ખરો અર્થ સમજાયો હતો.તેઓએ ભત્રિજાના અંગોને દાન કરવા વિશે વિચાર્યું પણ અંગ દાન કરવા અંગેની સમજણન હોવાના કારણે તેઓ અંગદાન કરી ન શક્યા હતા.



    થોડા સમય પછી તેઓને ખૂબ પછતાંવો થયો, ઉપરાંત કોરોના કાળમાં જ્યારે હજારોની સંખ્યામાં લોકોએ પોતાના શ્વાસ છોડ્યા અને તેઓનોઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.તે જોઈ વિજયસિંહે સંકલ્પ લીધો કે તે પોતે પોતાના અંગદાન કરશે અને સાથે સાથે પોતાની પત્નીને પણ અંગદાન કરવા માટે તૈયાર કરી.



    તે સમય થી સરપંચે 9 મહિના મુહિમ ચલાવી પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરાની સાથે સાથે સમગ્ર મધ્ય ગુજરાતમાં ફરી ગામે ગામ લોકો સાથે મુલાકાત કરીને લોકને અંગદાનનું મહત્વ સમજાવી તેમની પાસે થી સંકલ્પ લેવડાવ્યું કે "તેઓ પોતાના અવસાન ના સમયએ પોતાના અંગો નું દાન કરી, જરૂરિયાત મંદ લોકો ને નવજીવન પૂરું પાડશું.".



    ગર્વ ની વાત છે કે વિજયસિંહ 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં આખા મધ્ય ગુજરાતમાં ફરીને 75000થી વધુ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કર્યા છે.તમામ લોકોએ ફોર્મ ભરી પોતાના અંગોનું દાન કરવા તૈયારી બતાવી છે.

    આ પણ વાંચો: ગોધરાની આ માર્કેટમાં મળી રહી છે અવનવી ચણિયાચોળી, આટલો છે ભાવ

    સરપંચ વિજયસિંહ દેશના તમામ વિસ્તાર ના લોકો સુધી સરળતા થી પહોંચી શકે તે માટે અંગદાન નું રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓનલાઈન Website નું નિર્માણ કરાવી રહ્યા છે. જેનાં પર દેશ ના દરેક વિસ્તાર ના લોકો પોતાના અંગદાન કરવા માટે નોંધણી કરી શકશે. વિજયસિંહ આ તમામ ડેટા ભેગો કરી યાદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ મોકલવાના છે.વિજયસિંહએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ અંગદાન કરાવવા માંગતું હોંય તો તેઓ સીધા સરકારી હોસ્પિટલમાં જઈ કરી શકે છે. વિજયસિંહ ના આ કાર્ય ને દરેક જગ્યાએ લોકો આવકારી રહ્યા છે અને વિજયસિંહ ને ખરી સમાજસેવા કરવા બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Donation, Organ donation, Panchmahal, Sarpanch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन