Home /News /panchmahal /PANCHMAHAL: જિલ્લાના કલાકારોને કલા ક્ષેત્રે પ્લેટફોર્મ મળે તે હેતુંથી "SARP કલા એવોર્ડ ૨૦૨૨" નું ભવ્ય આયોજન

PANCHMAHAL: જિલ્લાના કલાકારોને કલા ક્ષેત્રે પ્લેટફોર્મ મળે તે હેતુંથી "SARP કલા એવોર્ડ ૨૦૨૨" નું ભવ્ય આયોજન

X
પંચમહાલ

પંચમહાલ નાં કલાકારો માટે SARP કલા એવોર્ડ 2022, પંચમહાલ

ગુજરાતી સિનેમા જગતમાં હાલ આમુલ પરિવર્તન આવી રહ્યું છે જેમાં વર્ષોથી ચાલી આવતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો થયા,આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હરણફાળ ભરશે તેવું ભાસી રહ્યું છે. "SARP કલા એવોર્ડ ૨૦૨૨" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

વધુ જુઓ ...
Shivam Purohit, Panchmahal: ગુજરાતી સિનેમા જગતમાં હાલ આમુલ પરિવર્તન આવી રહ્યું છે જેમાં વર્ષોથી ચાલી આવતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યાં છે. પહેલાંનાં સમય માં ગુજરાતી ફિલ્મો નો એક ચોક્કસ દર્શક વર્ગ હતો જે હવે સિમિત રહ્યો નથી તેમજ આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હરણફાળ ભરશે તેવું ભાસી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોવિંદી ગામ ખાતે ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે સંકળાયેલા પંચમહાલ જિલ્લાના કલાકારો ને યોગ્ય તક મળે અને તેઓને પ્લેટફોર્મ મળી રહે એવા ઉદ્દેશથી \"SARP કલા એવોર્ડ ૨૦૨૨\" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ઇમ્પા એસોસિયેશન મેમ્બર અનેપ્રખ્યાત ટીમલી કલાકારદ્વારા ગોવિંદી ખાતે SARP કલા એવોર્ડનું સુંદર આયોજન

ઇમ્પા એસોસિયેશન મેમ્બર જગદીશચંદ્ર બારીયા, અતુલ લુહાર, રાજુ જાદવ, સંજુ તથા પ્રખ્યાત ટીમલી કલાકાર પી.પી બારીયા દ્વારા ગોવિંદી ખાતે SARP કલા એવોર્ડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇમ્પા એસોસિયેશન નાં સભ્ય તથા પ્રોડ્યુસર જગદીશચંદ્ર બારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના કલાકારો માં ખુબ કૌશલ્ય રહેલું છે અને તેને યોગ્ય સ્થાન યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ જિલ્લા નાં કલાકારો નું સન્માન જળવાય એ માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

નામી કલાકારોનાં હસ્તે પંચમહાલ જિલ્લાના કલાકારો ને ટ્રોફી સન્માન પત્ર સહિત આપવામાં આવ્યાં

કાર્યક્રમ માં ગુજરાતી સિનેમા જગતનાં દિગ્ગજ કલાકારો જેવા કે લોકપ્રિય હાસ્ય કલાકાર અને એક્ટર જિતુ પંડ્યા, ગુરુ પટેલ, પ્રખ્યાત ગાયક કમલેશ બારોટ, મમતા સોની તથા જુનિયર નરેશ કનોડિયા હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમિયાન આ નામી કલાકારો નાં હસ્તે પંચમહાલ જિલ્લાના કલાકારો ને ટ્રોફી સન્માન પત્ર સહિત આપવામાં આવ્યાં હતાં.

ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જો તમારા માં ટેલેન્ટ હોય અને લક હોય તમને મહેનત પ્રમાણે તક જરૂર મળે જ છે:મમતા સોની

ગુજરાતી ફિલ્મ જગતની \"રાધા\" તથા હાલ ફિલ્મિ પડદે ચાલી રહેલું \"નાયકા દેવી\" ફેમ એટલે કે મમતા સોની દ્વારા હાલ ફિલ્મ જગત માં નેપોટીઝમ બાબતે જણાવવામાં આવ્યું હતું કે નેપોટીઝમ જેવું કાંઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નથી જો તમારા માં ટેલેન્ટ હોય અને લક હોય તમને મહેનત પ્રમાણે તક જરૂર મળે જ છે. ઘણા બધા લોકો ટેલેન્ટેડ હોય છે પરંતુ તેની સાથે સાથે આળસુ પણ હોય છે જેઓ મહેનત કરવા નથી માંગતા પરંતુ સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો તેથી મહેનત કરવાની ચાલું રાખવી અને પોઝિટિવ રહેવું તેમજ આ પ્રકારના જે કાર્યક્રમ હોય તેમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવું કે જેથી તમારો સ્ટેજફિયરતો દુર થાય જ સાથે-સાથે એ પરફોર્મન્સ થકિ તમને ચોક્કસ તક મળશે અને આગળ જરૂર વધી શકાશે.

પંચમહાલ જિલ્લાના કલાકારોને \"નાયકા દેવી\" ગુજરાતી ફિલ્મ ફેમ મમતા સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ તેમણે ઉમેર્યું કે પંચમહાલ ગોધરા ખાતે આ પ્રકારની જે પહેલ કરવામાં આવી છે તે ખુબ જ પ્રશંસનીય છે જેમાં મોટા મોટા એવોર્ડ ફંકશન તો થતાં હોય છે પરંતુ તેમાં જિલ્લાનાં લોકલ કલાકારો ને તક નથી મળતી જ્યારે SARP કલા એવોર્ડ જેવાં કાર્યક્રમો દ્વારા પંચમહાલ જિલ્લાના લોકલ ટેલેન્ટ ને તક મળી રહેશે, આ બાબતે મમતા સોની દ્વારા SARP કલા એવોર્ડ ની આયોજકો ને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
First published:

Tags: Gujarati news, Panchmahal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો