Home /News /panchmahal /Panchmahal: શું તમને ડાયાબિટીસ કે અન્ય ગંભીર બીમારી છે? અહી થાય છે 50% ઓછી કિંમતમાં પેથોલોજી લેબ ટેસ્ટ

Panchmahal: શું તમને ડાયાબિટીસ કે અન્ય ગંભીર બીમારી છે? અહી થાય છે 50% ઓછી કિંમતમાં પેથોલોજી લેબ ટેસ્ટ

ગોધરા શહેરની સેવાભાવી સંસ્થા સ્વામિ લીલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી સામાન્ય લોકો માટે, કે જેઓ જુદા જુદા પ્રકારની બીમારીઓને ડિટેક્ટ કરી શકે તેવા પેથોલોજી લેબ ના ટેસ્ટ મોંઘી ધારદાર ફી ચૂકવીને નથી કરાવી શકતા , તેવા લોકોને ચોક્કસ ટેસ્ટ મળે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી પેથોલોજી લેબ ચલાવવામાં આવે છે.

ગોધરા શહેરની સેવાભાવી સંસ્થા સ્વામિ લીલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી સામાન્ય લોકો માટે, કે જેઓ જુદા જુદા પ્રકારની બીમારીઓને ડિટેક્ટ કરી શકે તેવા પેથોલોજી લેબ ના ટેસ્ટ મોંઘી ધારદાર ફી ચૂકવીને નથી કરાવી શકતા , તેવા લોકોને ચોક્કસ ટેસ્ટ મળે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી પેથોલોજી લેબ ચલાવવામાં આવે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India


Prashant Samtani, Panchmahal:  વર્તમાન સમયમાં જાણે ડેન્ગ્યુ , ચિકનગુનિયા અને વાયરલ ઇન્ફેક્શનનું વાવડ ચાલતું હોય તેમ દરેક ઘરમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ બીમાર જોવા મળી રહ્યું છે . લોકો એવું કહેતા હોય છે કે , અમે જેટલું પણ કમાઈએ છીએ બધું દવાખાનામાં જ જાય છે. એક રીતે જોવા જઈએ તો વાત ખરી પણ છે , જો કોઈ મોટી બીમારી થઈ હોય અને મેડીક્લેમ ના હોય તો દવાખાના માં ડોક્ટરની ફી, રૂમનો ચાર્જ, દવાઓની મેડિકલ ફી , પેથોલોજી લેબની ટેસ્ટિંગની ફી આ તમામ પ્રકારના ખર્ચાઓથી મહિના ભરની કમાઈ જતી રહે છે.તેવામાં હવે સેવાભાવી સંસ્થા સ્વામિ લીલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટ લોકોનું નજીવા ભાવે તમામ ટેસ્ટ કરી આપે છે.

ગરીબ પરીવારમાં જ્યારે પણ કોઈ સભ્ય બીમાર કે કોઈ ગંભીર બીમારીથી પીડાવવા લાગે છે ત્યારે તેઓને સૌથી પહેલા દવાનો ખર્ચ યાદ આવે છે.જો તેઓ તે બીમારી માટે એટલા પૈસા ન ખર્ચી શકે તો તેઓના બીમાર સભ્યની હાલત અત્યંત ગંભીર થઈ જાય છે.જેને તેઓ પહોંચી વડતા નથી અને આખરે તેઓ પોતાના સ્વજનને ગુમાવી દે છે.આ પ્રકારની સમસ્યાથી ગરીબ પરીવારના લોકો નિજાત પામે અને નજીવા ખર્ચમાં તેઓના સ્વજનો સાજા થઈ પરત ઘરે ફરે તે હેતુંથી ગોધરામાં આવેલી સ્વામિ લીલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટ મદદ કરે છે.તેઓની બીમારીમાં થતા ટેસ્ટ નજીવા કિંમતે કરી આપે છે.ગોધરા શહેરની સેવાભાવી સંસ્થા સ્વામિ લીલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી સામાન્ય લોકો માટે, કે જેઓ જુદા જુદા પ્રકારની બીમારીઓને ડિટેક્ટ કરી શકે તેવા પેથોલોજી લેબ ના ટેસ્ટ મોંઘી ધારદાર ફી ચૂકવીને નથી કરાવી શકતા , તેવા લોકોને ચોક્કસ ટેસ્ટ મળે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી પેથોલોજી લેબ ચલાવવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિઓને કોઈપણ પ્રકારના જાતિ, ધર્મ ,ઊંચ-નીચના ભેદભાવ વગર જે પેથોલોજી લેબટેસ્ટ બજાર માં જે કિંમતે થતા હોય તેના 50% થી પણ વધુ ડિસ્કાઉન્ટ કિંમતમાં અને એ પણ સચોટ રિપોર્ટ મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સ્વામી લીલાશાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.એમ.એલ.ટી એટલે કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેક્નિશિયન નો અભ્યાસ કરેલ વ્યક્તિને પગાર ધોરણે લેબ ખાતે રાખવામાં આવ્યા છે . અન્ય બીજા 2 સ્ટાફ સાથે 3 વ્યક્તિઓ લેબ ચલાવે છે.જે રોજના અંદાજિત 30 ટેસ્ટ કરે છે અને તેના સચોટ રિપોર્ટ લોકોને પૂરા પાડે છે. ગોધરા શહેરના ઘણા એવા સેવાભાવી ડોક્ટરો પણ છે , જેઓ પોતાના દર્દીઓને મોંઘી રકમ વસૂલ કરતી પેથોલોજી લેબમાં મોકલવાને બદલે, રાહત દરની લીલાશાહ પેથોલોજી લેબ ખાતે મોકલીને પોતાના દર્દીઓને ફાયદો કરાવવા માટે રિફર કરે છે.લીલાશાહ પેથોલોજી લેબ ખાતે ના ટેસ્ટો નીચે મુજબની કિંમતમાં કરી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાના ઘેર બેસીને ટેસ્ટ કરાવવા માંગે (જો ખરેખર ગભિર સ્થિતિ હોય તો જ ) તો હોમ ડિલિવરી પણ આપવામાં આવે છે.


Location; સ્વામી લીલાશાહ પેથોલોજી લેબ શહેરા ભાગોળ જુલેલાલ કટલરીની ગલીમાં ગોધરા.Contact - 9638887983

સમય - સવારે 9 થી બપોરે 2 . સાંજે 5 થી 8 વાગ્યા સુધી .
First published:

Tags: Doctors, Lab, Medical store, Panchamahal