પંચમહાલ: જી.વી.કે. ઈ.એમ. આર.આઇ. સંસ્થા સાથે પી પી પી મોડેલ અંતર્ગત ૧૦૮ ઇમરજન્સી સેવાઓ રાજ્ય નાં તમામ જરૂરિયાત મંદ નાગરિકો ને આપાતકાલીન સમય ની નિઃશુલ્ક તબીબી સેવા માં ૨૪ * ૭ કાર્યરત છે. જેમાં તાત્કાલિક ધોરણે ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન ની ભરતી નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ સ્થળ ઉપર જઈ ઉમેદવારી નોંધાવી શકે છે.
જે અંતર્ગત ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન (ઈ. એમ. ટી) પર માટે ની લાયકાત BSC / GNM / ANM / HAT ભણતર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા જઈ શકશે. તેમજ અનુભવી કે બીન અનુભવી તમામ માટેની ભરતી માં ગુજરાત માં કોઈ પણ સ્થળે કામ કરવા માટે ની તૈયારી ધરાવતા ઉમેદવારો માટે નોકરી ની ઉત્તમ તક છે.
જે ઉમેદવારો આજરોજ એટલે તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ સોમવારે પંચમહાલ ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી ની સામે ડિઝાસ્ટર ઓફિસ ગોધરા ખાતે ઇન્ટરવ્યૂ આપવા નું ચૂકી ગયા હોય તે ઉમેદવારો તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ બુધવારે અમદાવાદ- જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ , ગુજરાત ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, નરોડા અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકશે.
• લાયકાત: BSC / GNM / ANM / HAT, અનુભવી / બિન અનુભવી, ગુજરાત માં કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર. • ઇન્ટરવ્યૂ નું સ્થળ તથા સમય: તારીખ: ૧૯ જાન્યુઆરી,૨૦૨૨, સમય: સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી. સ્થળ: અમદાવાદ- જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ , ગુજરાત ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, નરોડા અમદાવાદ