Home /News /panchmahal /Panchmahal: વિશ્વ દિવ્યાંગ દિન: ગોધરામાં નીકળી રેલી, સમાજને આપ્યો આવો મેસેજ

Panchmahal: વિશ્વ દિવ્યાંગ દિન: ગોધરામાં નીકળી રેલી, સમાજને આપ્યો આવો મેસેજ

X
વિશ્વ

વિશ્વ દિવ્યાંગ દિન 

3 ડીસેમ્બરના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ વ્યક્તિઓ અંગે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી ગાંધી સ્પેશીયલ બહેરા-મૂંગા વિદ્યાલયના 90 જેટલા મુકબધીર દિવ્યાંગ બાળકો ધ્વારા રેલી સ્વરૂપે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

 • News18 Gujarati
 • Last Updated :
 • Panch Mahals, India
  Prashant Samtani, Panchmahal - 3 ડીસેમ્બરના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ વ્યક્તિઓ અંગે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી ગાંધી સ્પેશીયલ બહેરા-મૂંગા વિદ્યાલયના 90 જેટલા મુકબધીર દિવ્યાંગ બાળકો ધ્વારા રેલી સ્વરૂપે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબ્બ્કાના મતદાન માટે ગણતરીનો સમયજ બાકી રહ્યો છે તેથી ગોધરા સહીત સમગ્ર પંચમહાલજીલ્લામાં 100% મતદાન થાય તે માટે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


  પ્રાંતઅધિકારી પી. ડી. જેતાવત ધ્વારા લીલી ઝંડી બતાવી અને રેલી ને પ્રસ્થાન કરવામાં આવી હતી.દિવ્યાંગ દિન નિમિતે લોકોમાં દિવ્યાંગ લોકો પ્રત્યે સમાજમાં જાગૃતતા આવે અને સમાજમાં ફેલાતી દીવ્યંગો અંગેની ગેર માન્યતાઓદુર થાય તેવા હેતુ થી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

  હાલના સમયમાં દિવ્યાંગ વ્યક્તિઓ સામન્ય વ્યક્તિઓથી પાછળ નથી. દરેક ક્ષેત્ર માં દિવ્યાંગ વ્યક્તિઓની ભરતી કરવામાં આવે છે જે કામ સામન્ય માણસ કરી શકે તેના કરતા પણ વધારે સારી રીતે દિવ્યાંગ વ્યક્તિઓ કામ કરી શેક છે.


  આ કાર્યક્રમમાં ગાંધી સ્પેશિયલ બહેરા-મૂંગા વિધાલયના 90 ઉપરાંત મુક બધીર દિવ્યાંગ વિધાર્થીઓ ધ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અનેદિવ્યાંગ વ્યક્તિઓ અને ચૂંટણી માં 100 ટકા મતદાન થાય તેવી જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
  First published:

  Tags: Local 18, Panchmahal

  विज्ञापन
  विज्ञापन