Shivam Purohit, Panchmahal: ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના રેલવેના પાટાની ચોરીના ગુનામાં સંડોવાયેલો ભાગતો ફરતો વોન્ટેડ આરોપી નિશાર બદામ ઉર્ફે જંગલી અને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. અનેક ચોરીમાં સંડોવાયેલા આરોપી ઝડપાતાં અન્ય ગુનાનો ભેદ ઉકેલવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ગોધરા આરપીએફ રેલવે સ્ટેશનના રેલવેના પાટાની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી નિશા બદામ ઉર્ફે જંગલીયા ને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
એલસીબી પીઆઈ જે એન પરમાર તથા તેની ટીમ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી.
પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી એ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ એલસીબી પીઆઈ જે એન પરમાર તથા તેની ટીમ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.રેલવેના પાટાની ચોરી મુજબના ગુનાના કામમાં સંડોવાયેલો ભાગતો ફરતો વોન્ટેડ આરોપી નિશાર અનવર બદામ ઉર્ફે જંગલીયો રહે ગોધરા ગેની પ્લોટ તેના ઘરે હાજર છે તેવી બાતમી એલસીબી પોલીસ ટીમ ને મળતા તેઓએ પીઆઇ જે એન પરમાર ને જાણ કરી હતી.
બાતમીના આધારે એલસીબી પીએસઆઇ આઈએ સિસોદિયા તથા એલસીબી સ્ટાફના માણસો દ્વારા નિશાર અનવર બદામ ના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે આરપીએફ રેલવે પોલીસ સ્ટેશન ગોધરા ખાતે સોંપવામાં આવેલ છે. રેલવેના પાટાની ચોરી કરનાર એક કિસ્સો સામે આવતા પકડાયેલા આરોપીની પૂછતાછ દરમિયાન બીજા આરોપીઓ ઝડપાઈ શકે છે જેને લઇને દરરોજ થોડું થોડું લોખંડ ભેગું કરી લોખંડમાંથી સરવાળે મોટો નફો રળતા વ્યાપારીઓ માં પણ ગભરાહટની લહેર જોવા મળી રહી છે.આરોપીને પકડી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.