Home /News /panchmahal /અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસ પલટી ગઇ, 30 મુસાફરો ઇજાગ્રસ્ત

અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસ પલટી ગઇ, 30 મુસાફરો ઇજાગ્રસ્ત

Panchmahal Accident: અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

Panchmahal Accident: અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

  • Local18
  • Last Updated :
  • Junagadh, India
ગોધરા: અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ગોધરા હાઇવે નજીક વાવડી ખુર્દ નજીક ખાનગી બસ રોડની બાજુમાં પલટી ગઇ હતી. બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરોને નાનીમોટી ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસ અચાનક પલટી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં જઈને પલટી ગઈ હતી. જેનાથી બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સમયની તસવીર


આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ થવું જોઇએ કે નહીં?

રાજકોટના અકસ્માતમાં મોત


આજે સવારે જ રાજકોટમાંથી પણ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા માલિયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં બે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજીયા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સમગ્ર બનાવમાં છ વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.



પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયસણ પાસે ડમ્પર અને eeco કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અક્સમાતમાં રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા પરાશર પાર્કમાં રહેતા નિવૃત્ત એએસઆઈ પૃથ્વીરાજસિંહ બહાદુર સિંહ જાડેજા તેમજ રેલ નગર પાસે રહેતા જયેન્દ્રસિંહ ઉમેદ સિંહ ઝાલા અને ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજાની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
First published:

Tags: અકસ્માત, ગુજરાત, ગોધરા, પંચમહાલ

विज्ञापन