Home /News /panchmahal /

તિરંદાજીમાં પંચમહાલ દાહોદ જિલ્લાનું ગૌરવ મૈત્રી પઢીયાર, 4 કરતા પણ વધુ ગોલ્ડ મેડલ જીત્યા

તિરંદાજીમાં પંચમહાલ દાહોદ જિલ્લાનું ગૌરવ મૈત્રી પઢીયાર, 4 કરતા પણ વધુ ગોલ્ડ મેડલ જીત્યા

શારીરિક

શારીરિક ક્ષમતા તથા એકાગ્રતા એટલે તિરંદાજી, પંચમહાલ

archery game એ શારીરિક સક્ષમતા ઓ ની સાથે સાથે એકાગ્રતામાં વધારો કરે છે ત્યારે ભારતમાં અનેક રમતો રમાય છે પણ તેમાં archery એ સૌ કોઈ રમી શકે તેવી રમત છે જે રમતથી વ્યક્તિના જીવનમાં શિસ્ત, સતર્કતા, સક્ષમતા અને એકાગ્રતા જેવા...

    Shivam Purohit, Panchmahal: ભારત જેવા દેશમાં ક્રિકેટ જ્યારે રમતોમાં ભગવાન માનવામાં આવે છે અને તેના ચાહકોની સંખ્યા અગણિત છે ત્યારે બીજી અનેક રમતો પણ ભારત દેશમાં પ્રખ્યાત છે તેમાંથી તીરંદાજી એક એવી રમત છે તે જે યુગો યુગોથી આપણા દેશમાં એક પરંપરા ની જેમ ચાલતી આવી છે. ત્યારે પંચમહાલ અને દાહોદ જીલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે અને જિલ્લાનું તથા રાજ્યનું નામ રોશન કર્યું છે.

    ગોધરા ખાતે યોજાયેલી 11 માં ખેલ મહાકુંભના archery games ના રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં થી આર્ચરી ના ખેલાડીઓ સહિત કોચ ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે વહેલી સવારથી સ્પર્ધાની શરૂઆત થઇ જતા ખેલાડીઓ પોતાની કેટેગરી પ્રમાણે એક પછી એક પોતાના ટાર્ગેટ સિદ્ધ કરતા હતા.

    ત્યારે દાહોદ જિલ્લાની રહેવાસી મૈત્રી પઢીયાર સાથે મુલાકાત થતાં તેણે જણાવ્યું કે archery game એ શારીરિક સક્ષમતા ઓ ની સાથે સાથે એકાગ્રતામાં વધારો કરે છે ત્યારે ભારતમાં અનેક રમતો રમાય છે પણ તેમાં archery એ સૌ કોઈ રમી શકે તેવી રમત છે જે રમતથી વ્યક્તિના જીવનમાં શિસ્ત, સતર્કતા, સક્ષમતા અને એકાગ્રતા જેવા ગુણોનું સિંચન થાય છે.

    આ પણ વાંચો: પંચમહાલને મળશે ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટથી ભૂતકાળમાં પડેલી તકલીફ થશે દૂર

    તેમજ એક દીકરી થઇને અન્ય દીકરીઓને મૈત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ રમતમાં સખત મહેનત કરીને પોતાના જિલ્લાનું રાજ્યનું તથા દેશનું નામ રોશન કરશે તેમજ દીકરીઓને પણ રમતોમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે જણાવવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: સિનેમા નાટક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા લોકોને હવે પોતાનું ઘર નહીં છોડવું પડે

    તેમજ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી તેમજ સીનીયર કોચ પ્રતાપ પસાયા એ જણાવ્યું કે અગિયારમા ખેલ મહાકુંભ તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ અને દાહોદ ની આદિવાસી સંસ્કૃતિનો ભાગ ગણાતો તીરંદાજીએ ગોધરા ખાતે આયોજિત થતાં રાજ્યભરમાંથી અનેક જિલ્લાઓમાં થી ખેલાડીઓ તથા કોચ રમતમાં ભાગ લેવા માટે આવ્યા છે તેમ જ રમતમાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મેડલો સહિત રોકડ ઈનામો પણ આપવામાં આવશે. તીરંદાજી એક પરંપરાગત રમત હોવાથી તમામ મહિલા પુરુષ આ રમતમાં ભાગ લઈ શકે છે અને આગળ વધવાના ખંતથી મહેનત કરીને દેશનું નામ પણ રોશન કરે તેવી શુભેચ્છાઓ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, Sports news, પંચમહાલ

    આગામી સમાચાર