હાલના સમયમાં ઘણા લોકો ફિલ્મ સિનેમા ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ ગોધરામાં આ ક્ષેત્રે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ગોધરા શહેર છોડવું પડતું હોય છે ત્યારે એક્ટિંગ શું છે તેના કયા પ્રકાર છે.
Shivam Purohit, Panchmahal: ગોધરા અને સામાન્ય રીતે લોકો પછાત સમજતા હોય છે પરંતુ તે ગેરમાન્યતા છે કારણ કે ગોધરામાં તમામ પ્રકારની સુવિધાઓ મેડિકલ કોલેજ સુધીનું ભણતર તેમજ કોઈપણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તમામ પ્રકારની સગવડો ઉપલબ્ધ છે પરંતુ જ્યારે કલા ની વાત આવે ત્યારે કલા પ્રેમી પ્રજા ગોધરામાં હોવા છતાં કલા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ગોધરા છોડવું પડતું હોય છે. ત્યારે ગોધરા ના એક નવદંપતી દ્વારા Alternate thoughts થી એક નવીન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
પૃથ્વીશ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ્સ માટે બનતી વેબ સીરીઝમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે પણ ભૂમિકા ભજવી ચુક્યા છે.
ગોધરામાં વસવાટ કરતા પૃથ્વીશ મહેતા જેઓ એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રામા ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ છે તેમજ ત્યારબાદ તેઓ મુંબઈ છોટાભીમનું પ્રથમ લાઇવ પર્ફોમન્સનો હિસ્સો બન્યા જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી જે મ્યુઝિકલ પરફોર્મન્સમાં શબ્દો ખ્યાતનામ ગુલઝાર ના હતા તેમજ સંગીત શંકર મહાદેવ ના પુત્ર એ આપ્યું હતું. તેમજ આ સિવાય પૃથ્વીશ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ્સ માટે બનતી વેબ સીરીઝમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે પણ ભૂમિકા ભજવેલી છે આટલી નાની ઉંમરમાં સિનેમા જગતની સાથે સાથે સ્ટેજ પર્ફોમન્સનો પણ અનુભવ પૃથ્વીશના જીવનમાં સામેલ છે.
દ્રષ્ટિ ડોડીયા એમ.એસ.યુનિવર્સિટીમા ડ્રામા ફેકલ્ટીમાં ઉત્તીર્ણ થયા બાદ એક્ટિંગ ક્ષેત્રે ગોલ્ડ મેડાલિસ્ટ છે.
તેમજ દ્રષ્ટિ ડોડીયા જે પણ એમ.એસ.યુનિવર્સિટીમા ડ્રામા ફેકલ્ટીમાં ઉત્તીર્ણ થયા બાદ એક્ટિંગ ક્ષેત્રે ગોલ્ડ મેડાલિસ્ટ છે તેમજ કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતી ગોરા કુંભાર તથા મનમિલાપ ડોટ કોમ જેવી સિરિયલોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે તેમજ સ્ટેજ થિયેટર તથા પ્રોડક્શનનું જ્ઞાન ધરાવતુ આ નવ યુગલ હવે પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવવા જઈ રહ્યા છે.
હવે વડોદરા વાસીઓને એક્ટિંગ શીખવા નહીં છોડવું પડે વતન.
પહેલાના સમયમાં ઘણા લોકો ફિલ્મ સિનેમા ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ ગોધરામાં આ ક્ષેત્રે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ગોધરા શહેર છોડવું પડતું હોય છે ત્યારે એક્ટિંગ શું છે તેના કયા પ્રકાર છે તેમજ બોડી લેંગ્વેજ તથા improvisationનું શું મહત્વ છે તેમજ કલાકાર બનવા માંગતા હોય તેમના માટે તો ખરું જ પરંતુ સામાન્ય જીવનમાં પણ એક્ટિંગનું શું મહત્વ છે એ બાબતે આ વીડિયોમાં અનેક વાતો કરવામાં આવી છે.
૬ જુનથી 12 જૂન સુધી એક્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવદંપતી દ્વારા ગોધરા ખાતે ૬ જુનથી 12 જૂન સુધી એક્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત વર્ષથી વધુ ઉંમર ધરાવતું કોઈ પણ વ્યક્તિ મહિલા પુરુષ ભાગ લઇ શકશે જેની વધુ જાણકારી માટે આ વેબસાઇટ https://alternatethoughts.in/acting-workshop/ પર તમે જોઈ શકો છો.