Home /News /panchmahal /Pavagadh Temple: અંબાજીમાં પ્રસાદ બાદ પાવાગઢમાં પણ લેવાયો મોટો નિર્ણય, હવે નહીં લઇ જવાય છોલેલું નારિયેળ

Pavagadh Temple: અંબાજીમાં પ્રસાદ બાદ પાવાગઢમાં પણ લેવાયો મોટો નિર્ણય, હવે નહીં લઇ જવાય છોલેલું નારિયેળ

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓએ મોટો નિર્ણય લીધો છે.

મંદિરના ટ્રસ્ટીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય 20મી માર્ચથી અમલમાં મુકવામાં આવશે.

ગોધરા: અંબાજી મંદિરના પ્રસાદ વિવાદ બાદ હવે પાવાગઢ મંદિર ટ્રસ્ટે સ્વચ્છતાને લઇને મોટો નિર્ણય લીધો છે. હવેથી પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકાય. મંદિરમાં છોલેલું નારિયેળ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત છોલ્યા વગરનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાની જાહેરાત પણ કરાઇ છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, વેપારીઓ પણ જો છોલેલું નારિયેળ વેચશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય 20મી માર્ચથી અમલમાં મુકવામાં આવશે.

સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય


પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિર ટ્રસ્ટે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવેથી ભક્તો મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ નહિં લઈ જઇ શકે. મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છોલ્યા વગરનું આખું નાળિયેર માતાજીને ધરાવીને ઘરે લઈ જવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય 20 માર્ચથી અમલમાં મુકવામાં આવશે.

આ પણ વાંચો: આજે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડી શકે છે માવઠું


અંબાજી મંદિર પ્રસાદમાં શું છે વિવાદ?


અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ છેલ્લા ઘણાં દિવસોથી ગરમાય રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ જોરશોરથી થઇ રહી છે. તો બીજી તરફ અગાઉ ચિકી અંગે બોલનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે.


અગાઉના નિવેદનમાં ચિકીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’
First published:

Tags: Gujarat News, Pavagadh