રાજેશ જોષી, પાવાગઢ : રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે યાત્રાધામ પાવાગઢનો સુંદર નજારો હાલ સામે આવ્યો છે. પાવાગઢના પહાડો પર વરસતા વરસાદને કારણે તેના પગથીયાઓ પરથી સડસડાટ પાણી નીચે ઉતરી રહ્યું છે. આ પાવાગઢનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે. આ નજારો જોઇને તમે પણ અદભૂત આનંદ મેળવશો.
પાવાગઢની સુંદરતામાં વધારો
પાવાગઢનાં કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ભારે વરસાદને લઈ પાવાગઢ ડુંગર પાણીમાં જાણે ગરકાવ થઈ ગયો છે. ડુંગરે લીલી સાડી પહેરી હોય તેવા રળિયામણા દ્રષ્યો સર્જાયા છે. વરસતા વરસાદ ડુંગરથી ઉતરતા પગથિયા પર પાણી ફરી વળતા એક સમયે પગપાળા રસ્તો બંધ થઈ ગયો હતો.
તંત્રના પ્રતિબંધ છતા લોકો ખુણીયા મહાદેવ જઇ રહ્યા છે
આ સાથે પંચમહાલમાં પ્રવાસન સ્થળ તરીકે પ્રસિદ્ધ થયેલા ખુણીયા મહાદેવનો ધોધ વરસાદને કારણે ધણો જ પ્રગાઢ વહી રહ્યો છે. ત્યારે પાવાગઢ આવતા સહેલાણીઓ ધોધમાં જીવના જોખમે ન્હાવાનો લ્હાવો લેવા જઇ રહ્યા છે. તંત્રએ આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે ખુણીયા મહાદેવ વિસ્તારમાં જંગલી જાનવરો ફરતા હોય છે. લોકોને અહીં ન આવવાનું જણાવવા છતાં લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, વરસાદને કારણે વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહેતી થઇ છે અને તેની સપાટી મોડીરાતે 21 ફૂટે પહોંચતા નદી પાસેની સોસાયટીઓ,બંગલાઓ તેમજ વસાહતમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા છે. વડોદરા ફાયર બ્રિગેડ પર બપોરથી વિશ્વામિત્રી નદીની સપાટી અને આજવા સરોવરની સપાટી ઝડપભેર વધવા માંડતા દર વખતે પૂરની ઝપેટમાં આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર