Home /News /panchmahal /પાવાગઢ મંદિર ટ્રસ્ટની જાહેરાત, હવે પછી આ કામ કર્યું તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે

પાવાગઢ મંદિર ટ્રસ્ટની જાહેરાત, હવે પછી આ કામ કર્યું તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે

ફાઇલ તસવીર

મહાકાળી માતા મંદિર ટ્રસ્ટે અગત્યની જાહેરાત કરી છે અને તાત્કાલિક તે જાહેરાતને અમલમાં મૂકવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો આવો જોઈએ મંદિર ટ્રસ્ટ દ્વારા કઈ-કઈ જાહેરાત કરવામાં આવી છે.

પાવાગઢઃ મહાકાળી માતા મંદિર ટ્રસ્ટે અગત્યની જાહેરાત કરી છે અને તાત્કાલિક તે જાહેરાતને અમલમાં મૂકવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો આવો જોઈએ મંદિર ટ્રસ્ટ દ્વારા કઈ-કઈ જાહેરાત કરવામાં આવી છે.

- 20મી માર્ચથી મંદિરમાં કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ લાવી શકશે નહીં.
- મંદિરમાં શ્રીફળ વધેરીને માતાજીને ધરાવી ચૂંદડી પણ ઘરે સાથે લઈ જવી.
- ઘરે લઈ ગયા પછી શ્રીફળ ચૂંદડીમાં બાંધી મંદિરમાં પૂજામાં મૂકો તેવો આગ્રહ છે અથવા ઘરે જઈને પાણિયારે મૂકી તેનો પ્રસાદ કરી બધાને વહેંચી દેવો.
- જે વેપારી પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેમની સામે સરકારી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે
- મંદિર ટ્રસ્ટના સિક્યોરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ લાવવા દેશે નહીં.
- સિક્યોરિટી સાથે તકરાર કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે

આ પણ વાંચોઃ દાહોદમાં તાંત્રિક કિશોરીની હત્યા, રહસ્યમય રીતે લાશ મળી

સ્વચ્છતાને ધ્યાને રાખી મોટો નિર્ણય લીધો હતો


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં હવેથી ભક્તો મંદિર પરિસરમાં છોલેલુ શ્રીફળ નહિં લઈ જઇ શકે. મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છોલ્યા વગરનું આખું નાળિયેર માતાજીને ધરાવીને ઘરે લઈ જવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય 20 માર્ચથી અમલમાં મૂકવામાં આવશે.


અંબાજી મંદિર પ્રસાદમાં શું છે વિવાદ?


અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ છેલ્લા ઘણાં દિવસોથી ગરમાય રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ જોરશોરથી થઇ રહી છે. તો બીજી તરફ અગાઉ ચિકી અંગે બોલનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે.
First published:

Tags: Mahakali Mata, Pavagadh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો