Home /News /panchmahal /Panchmahal: પંચમહોત્સવમાં જામ્યો મ્યૂઝિકલ શો, ટોચના ગુજરાતી કલાકારોએ બોલાવી રમઝટ 

Panchmahal: પંચમહોત્સવમાં જામ્યો મ્યૂઝિકલ શો, ટોચના ગુજરાતી કલાકારોએ બોલાવી રમઝટ 

પંચમહાલ જિલ્લામાં અહીં જામશે સાત દિવસ પંચ મહોત્સવ નો રંગ

પંચમહોત્સવમાં આવનાર દેશભરના લોકોને ભવ્ય મ્યુઝીકલ લાઈટ પૂરી પાડવાના છે. જો તમે પણ શિયાળાની ઋતુમાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવો છો, તો પંચમહોત્સવ તમારા માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થાય તેમ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
    Prashant Samtani panchmahal:  પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર જેમાં જુના અને જાણીતા પંચમહાલના વારસાને દુનિયાના લોકો નિહાળી અને માણી શકે તેમજ પંચમહાલ જિલ્લાના સ્થાનિક લોકોનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવ નું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે પંચમહોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આ વર્ષે 25 ડિસેમ્બર 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધી સાત દિવસો માટે પંચ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

    પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા \"વર્લ્ડ હેરિટેજ સાઇટ\" તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુથી વર્ષ 2015 થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તા. હાલોલ ખાતે કરવામાં આવે છે.


    ચાલુ વર્ષ ૨૦૨૨ માં ૨૫ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પંચમહોત્સવનું ઈ ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. જેમાં સાત દિવસ રોજ સાંજે 7 થી લઈને 10 વાગ્યા સુધી દેશભરના પ્રખ્યાત કલાકારો દ્વારા મ્યુઝીકલ લાઈટનું આયોજન કરવામાં આવશે. તેમજ તેની સાથે સાથે પંચમહાલ જિલ્લાનું પરંપરાગત ખોરાક અને હસ્તકલા લોકો સુધી પહોંચે તે માટે ટેન્ટ બજારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના લોકો સ્ટોલ લગાવીને જુદા જુદા પ્રકારની ફૂડ આઈટમ તેમજ હસ્તકલા લોકો સમક્ષ પ્રદર્શિત કરીને તેનું વેચાણ કરતા હોય છે.

    પંચ મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયક આદિત્ય ગઢવી દ્વારા સંધ્યા સંગીત રજૂ કરાઈ હતી,જેમાં લોકો મંત્રમુગ્ધ બન્યા હતા તથા બીજા દિવસથી લઈને સાતમા દિવસ સુધી જુદા જુદા કલાકારોમાં હિમાલી વ્યાસ નાયક, ઉર્વશી રાદડિયા, અભિતા ધર્મેશ, પાર્થ ઓઝા , કિંજલ દવે, અને અંતે 31 ડિસેમ્બરના દિવસે મેઘ ધનુષ્ય બેન્ડ પોતાની કલાથી પંચમહાલ તેમજ પંચમહોત્સવમાં આવનાર દેશભરના લોકોને ભવ્ય મ્યુઝીકલ લાઈટ પૂરી પાડવાના છે. જો તમે પણ શિયાળાની ઋતુમાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવો છો, તો પંચમહોત્સવ તમારા માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થાય તેમ છે.
    First published:

    Tags: Local 18, Panchmahal