પંચમહાલ: સોમવારે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઈ અને ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો. ત્યારે પંચમહાલના શહેરા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પરથી જેઠાભાઈ આહિર ઉર્ફ જેઠાભાઈ ભરવાડની જીત થઈ હતી. ત્યારે જીતની ખુશીમાં શહેરામાં વિજય ઉત્સવમાં મનાવવામાં આવ્યો હતો. વિજય ઉત્સવમાં જેઠાભાઈ ભરવાડ નૃત્ય કરતા જોવા મળ્યા હતા. ત્યાર જેઠાભાઈ ભરવાડના નૃત્યનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે.
મહત્વનું છે સતત પાંચમી વખત જેઠાભાઈ ભરવાડ આ બેઠક પરથી વિજય બન્યા છે. ત્યારે ફરી એક વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળતા અહીં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અને જેઠાભાઈ ભરવાડે નૃત્ય કર્યું હતું. જેનો વીડિયો હાલ જોર શોરથી વાયરલ થઈ રહ્યો છે.