પંચમહાલઃ શહેરાના બીલીખા ગામના પોતાના પિતાએ લીધેલી લોનની ભરપાઈ માટે બેન્ક દ્વારા ખેડૂત-પુત્ર પાસે ઘડી ઘડી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. બેંકોના ત્રાસથી કંટાળી ખેડૂત-પુત્રએ ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરી હતી. ખેડૂત-પુત્રને સારવાર માટે હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર છે.
મળતી વધુ વિગત મુજબ, પંચમહાલના શહેરાના બીલીખા ગામમાં રહેતા એક ખેડૂતે 2008માં ખારોલ ગામે આવેલી બરોડા બેન્કમાંથી ખેતી અને ઓજારો માટે રૂ.25 લાખની લોન લીધી હતી. ખેડૂતના મોત બાદ રૂ.25 લાખની લોન સાથે વ્યાજ ગણી રૂ.65 લાખ બેંકને લેવાના નીકળતા હતા. લોન લેનાર ખેડૂત હયાત ન હોવાથી બેંકે ખેડૂત-પુત્ર પાસે ઉઘરાણી ચાલુ કરી દીધી હતી. બેંક દ્વારા ઘડી ઘડી ઉઘરાણી કરતાં પુત્રે આટલી મોટી રકમ સાંભળી ડરી જવાથી જંતુનાશક દવા પી આપઘાતની કોશિશ કરી હતી. પંચમહાલના શહેરા પોલીસ મથકમાં ગુનો નોંધાતાં થતાં પોલીસે તપાસ હાથ રહી છે.