Home /News /panchmahal /પંચમહાલ : વરસાદની ધમાકેદાર બેટિંગ બાદનો Video, કયાંક તારાજી તો ક્યાંક ખીલ ઉઠી કુદરત

પંચમહાલ : વરસાદની ધમાકેદાર બેટિંગ બાદનો Video, કયાંક તારાજી તો ક્યાંક ખીલ ઉઠી કુદરત

X
Panchmahal

Panchmahal Rains : વરસાદની આગાહી પ્રમાણે પંચમહાલ જિલ્લામાં બે દિવસથી સારો વરસાદ થઇ રહ્યો છે ત્યારે જુઓ શું છે માહોલ

Panchmahal Rains : વરસાદની આગાહી પ્રમાણે પંચમહાલ જિલ્લામાં બે દિવસથી સારો વરસાદ થઇ રહ્યો છે ત્યારે જુઓ શું છે માહોલ

1. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા સાપા ગામના વતની અને સાપા તાલુકા પંચાયતના સભ્ય ઉદેસિંહ પગી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમે સાપા ગામ થી પગપાળા સંઘ લઈ અને અંબાજી યાત્રાધામે બાવન ગજ ની ધજા ફરકાવવા અને માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા. પગપાળા સંઘમાં ગામના અનેક લોકો ઢોલ નગારા સાથે જોડાયા તેમજ ગતરોજ ભાદરવી પૂનમે બાવન ગજની ધજા ફરકાવી માં અંબાના આશીર્વાદ ગામના લોકોએ મેળવ્યા હતા.

2. પંચમહાલ જિલ્લામાં ઠેરઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ મંદિર ના પગથીયા ઉપર થી નદીની જેમ પાણી વહી રહ્યું છે. પાવાગઢ મંદિરે આવેલા દર્શનાર્થીઓ વરસાદની મજા માણી રહ્યા છે.

સાથે સાથે પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક આવેલા ગદુકપુર બાયપાસ પાસે થી પસાર થતા પુલ ઉપરથી પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો.

ઘોઘંબા તાલુકામાં આવેલો હાથણી ધોધ હાલ ચાલી રહેલા વરસાદને કારણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે જેની મજા માણવા દૂર-દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે.

3. શહેરા તાલુકા ભાજપ દ્વારા જેઠાભાઇ ભરવાડ ના માર્ગદર્શન મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના મુજબ મોદીજી ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અનાજ વિતરણ કરવામાં આવ્યું. જેમાં નસરાણા, બાહી, ડેમલી, મીઠાલી જેવા બીજા અનેક ગામોમાં લાભાર્થીઓને કરવામાં આવેલ અનાજ વિતરણ માં ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રી સંજય કુમાર બારીયા, નટવર સિંહ રાઠોડ, યુવા પ્રમુખ કિરીટભાઈ બારીયા, બક્ષીપંચ ઉપપ્રમુખ દશરથસિંહ પરમાર, તાલુકા પંચાયત સભ્યો સર્જનસિહ, નટુભાઈ બારીયા, હસમુખભાઈ પરમાર, લાલા ભાઈ સરપંચ તેમજ મહિલા મહામંત્રી સુરેખાબેન તથા સહકારી આગેવાન પ્રવિણસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
First published:

Tags: Gujarat Rains, Monsoon 2021, Panchmahal News

विज्ञापन