Home /News /panchmahal /Panchmahal: આ સંસ્થા ખરા અર્થમાં બાળકોને કરી રહી છે શિક્ષિત; પોક્સો એક્ટ અંગે આપે છે સમજણ
Panchmahal: આ સંસ્થા ખરા અર્થમાં બાળકોને કરી રહી છે શિક્ષિત; પોક્સો એક્ટ અંગે આપે છે સમજણ
બાળકો સાથે થતા જાતીય શોષણ અંગેના કાયદા અને તેની સજાઓ નું માર્ગદર્શન આપવું જરૂરી
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે.
Panchmahal: દેશમાં દિવસેને દિવસે હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય છે.આ ગુન્હોમાં ખાસ કરીને નાબાલીક છોકરી સહિત છોકરાો પણ શિકાર બનતા હોય છે.બળાત્કાર, છેડતીના બનાવોને રોકવા અને નાના બાળકો આ ગુન્હાઓથી બચી શકે તેવા હેતુંથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , યુનિસેફ અને સૌહાર્દ સંસ્થા દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં ટીમ દ્વારા શાળા કોલેજો સહિત વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં જઈ પોસ્કો એકટ અંગેની માહિતી આપવામાં આવે છે.જેથી કરી વિદ્યાર્થીઓ ગુન્હાઓ અંગે જાગૃત જઈ શકે અને ભવિષ્યમાં ગુન્હાઓ ઓછો થાય.
એક પ્રયાસના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , યુનિસેફ અને સૌહાર્દ સંસ્થા દ્વારા સાથે મળીને પંચમહાલની દરેક શાળાઓ અને કોલેજોમાં યુથ એંગેજમેન્ટ એન્ડ અવેરનેસ ઓન પોસ્કો એક્ટ નામનું કેમ્પેજીન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લો કોલેજોના 178 વિદ્યાર્થીઓ, 104 એડવોકેટસની સાથે સાથે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ જે સી દોશી તેમજ સ્પેશિયલ પોકસો જજ કે આર રબારી, સ્પીકર તરીકેની ભૂમિકા ભજવી જિલ્લાની 236થી વધુ શાળાઓના આશરે 37,156 વિદ્યાર્થીઓએ પોકસો એકટ અંગેની સમજ આપી ચૂક્યા છે. જેનો મુખ્ય હેતુ , યુવાન બાળકોમાં પોકસો એક્ટ અંગેની તમામ સમજણ આવે અને ખાસ કરીને બાળકો પર થતું જાતીય શોષણના ગુનાઓમાં ઘટાડો થાય અને યુવાનો પોતાની યુવાની બરબાદના કરીને પોતાના ભવિષ્ય પર ધ્યાન આપી શકે , તે માટે તેમના જ શૈક્ષણિક સ્થળ પર જઈને તેમને કાયદા અને તેની સજા અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ અભીયાન શરૂ કરવામાં આવ્યું છે.
જાણો શું છે પોક્સો એક્ટ?
નાના બાળકો સાથે વધતા જતા જાતીય શોષણના બનાવોના પગલે 2012 માં પોકસો એક્ટ અમલમાં આવ્યું .જેનું પૂરું નામ protection of children from sexual offence act 2012 છે. પોકસો એક્ટ અંતર્ગત એવું માનવામાં આવે છે કે, 18 વર્ષથી નીચેની ઉંમરના યુવક અથવા યુવતીની સંમતિને કાયદાની નજરમાં માન્ય રાખવામાં આવતી નથી. જો કોઈ બનાવવામાં 18 વર્ષથી નીચેની યુવતી સાથે તેની સંમતિથી શારીરિક સંબંધ બનાવવામાં આવ્યો હોય , તો તે પણ ગેરકાયદેસર ગણવામાં આવે છે.
યુવાનીમાં 20 થી 25 વર્ષના છોકરાઓ પ્રેમ પ્રકરણમાં 18 વર્ષથી નીચેની ઉંમરની છોકરી સાથે જાતીય સંબંધ બાંધતા હોય છે, પરંતુ છોકરી 18 વર્ષથી નીચે હોવાથી તે કાયદેસરનો ગુનો બનતો હોય છે. જેની સજાના ભાગરૂપે આવા ગુનાઓમાં 10 વર્ષ થી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ પણ છે. જેથી યુવાનો કાયદાની અણસમજના કારણે પોતાની અને પોતાના પરિવારની જિંદગી ખરાબ કરી દેતા હોય છે.
ઘણી વખત શાળાઓમાં પણ જાતીય શોષણના બનાવ બનતા હોય છે. પોર્ન ફિલ્મ , અશ્લીલ ફોટા બતાવવા કે અન્ય વ્યક્તિને મોકલવા ,ઉપરાંત અશ્લીલ પ્રકારના ઇશારા અને અશ્લીલ પ્રકારની ભાષા બોલવી તે પણ જાતીય શોષણની વ્યાખ્યામાં આવે છે. બાળકઆવી બાબતોથી ઘણું વ્યાકુળ બને છે અને તેને સ્વીકારી શકતા નથી. આ કાયદાની કલમ 4માં પ્રવેશ જાતીય હુમલાની શિક્ષા સાત વર્ષથી આજીવનકારાવાસ અને દંડને પાત્ર છે. કલમ 6 કાયદાથી નિમણૂક કરેલ વ્યક્તિ દ્વારા ઉગ્ર પ્રવેશ જાતીય હુમલાની શિક્ષા 10 વર્ષથી ઓછી ન હોય તેવી સખત કેદ કે જેને આજીવન કારાવાસ સુધી થઈ શકશે અને દંડને પણ પાત્ર છે.
18 વર્ષથી નીચેના યુવક, યુવતીઓ તેમજ 18 વર્ષથી લઈને 25 વર્ષના યુવાનોએ ખાસ પૉક્સો એક્ટની માહિતી લેવી ખૂબ જરૂરી છે.
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે. ઉપરાંત ભારત દેશ એક સાંસ્કૃતિક દેશ છે, જેના સંસ્કારો બાળકોને માતા-પિતા સાથે અમુક હદ સુધીની જ વાત કરવાની પરવાનગી આપે છે.
જેથી બાળકો અમુક વાતો સરળતાથી પોતાના માતા પિતાને જણાવી શકતા નથી .જેનો ફાયદો ઉઠાવી કેટલાક વિકૃત લોકો બાળકો સાથે અત્યાચાર આચરતા હોય છે, પરંતુ જો બાળકોને તેમના શૈક્ષણિક સ્થળમાં જ આવા બનાવને લગતા કાયદા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે. ઉપરાંત આવા બનાવવાના સમયે કઈ કઈ હેલ્પલાઇનની મદદ લઈને બાળકો દ્વારા ન્યાય મેળવી શકાય છે, તેની માહિતી આપવામાં આવે ,તો કદાચ આવા બનાવોને સંપૂર્ણતઃ ઘટાડી અને નાબૂદ કરી શકાય છે.
18 વર્ષથી નીચેના બાળક સાથે ગંભીર પ્રકારના ગુના થાય ત્યારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ.?
બાળકએ પોતાના શરીરનું માલિક છે. તેની અનુમતિ પરવાનગી વિના કોઈ બીજા વ્યક્તિને તેના શરીરને સ્પર્શ કરવાનો કે ઈજા પહોંચવાનો કોઈ અધિકાર નથી.બાળકોને પસંદ ના હોય તો પણ કોઈને તેમને ભેટવાનો પ્રયાસ કરે અથવા ચુંબન કરે અને આ વાત બીજાથી છુપાવવા કહે તો ,બાળકોએ તેમને જેના પર વિશ્વાસ હોય તેવી વ્યક્તિને આ વાતની જાણ તરત જ કરવી જોઈએ.
બાળકોને જ્યારે કોઈ વ્યક્તિ ચોકલેટ કે અન્ય વસ્તુ આપીને હરકત અથવા વ્યવહાર કરે, જેનાથી અણગમો થાય અસલામતી લાગે , તો તેવી વસ્તુ લેવાની ચોખ્ખી ના પાડી દેવી જોઈએ.વાલી ડોક્ટર સિવાય કોઈ પણ વ્યક્તિ બાળકના શરીરને કોઈપણ અંગને ખોટી રીતે સ્પર્શ કરે ત્યારે તેનો વિરોધ કરવો જોઈએ અને જોરથી અવાજ કરવો જોઈએ બાળકોએ માતા-પિતાથી કોઈ પણ વાત છુપાવી ના જોઈએ નજીકના કુટુંબી દ્વારા શરીરના કોઈ આંતરિક ભાગને અથવા ગુપ્ત ભાગને સ્પષ્ટ કરવામાં આવે તો તેની જાણ તરત જ માતા પિતા ને બાળકે કરવી જોઈએ.
માતા પિતાએ ગુના બાબતે શું કાળજી લેવી જોઈએ?
બાળકો તેમના શરીરના આંતરિક કે ગુપ્ત ભાગો વિશે માહિતગાર કરવા જોઈએ .દીકરા દીકરીઓ સાથે જાતીય બાબતો અંગે મિત્ર બની વાતચીત કરવી જોઈએબાળકોની સાથે સારા અને ખરાબ સ્પષ્ટ એટલે કે ગુડ ટચ અને બેડ ટચ વિશે મુક્ત મને ચર્ચા કરવી જોઈએ.બાળકોને પોતાના ઘરનું સરનામું તેમજ માતા પિતા નું નામ મોબાઈલ નંબર વહેલામાં વહેલી તકે યાદ રખાવડાવવા જોઈએ.બાળકોને એકલા અજાણ્ય વ્યક્તિ સાથે બહાર ન મોકલવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બેમાંથી એક વાલીએ સાથે રહેવું જોઈએ ખાસ કરીને મોટા તહેવારોના પ્રસંગે વાલીને બાળકો સાથે જ રહેવું જોઈએ.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર વાય ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખાસ 18 વર્ષની આસપાસના યુવક યુવતીઓ સાથે પ્રેમ થવાના કારણે આ પ્રકારના ગુના વધુ બનતા હોય છે. તેના પરિણામ રૂપે યુવાનો કે જે દેશનું ધન છે, તેનો કીમતી સમય બરબાદ થઈ જાય છે. આથી યુવકોને ખાસ સંદેશ છે કે, બાળક સાથે શારીરિક અડપલા, અશ્લીલ ચેન ચાડા, શારીરિક સંબંધ વગેરે હરકતો શારીરિક ઉત્તેજનામાં આવીને કરવી જોઈએ નહીં. આવા કૃત્યો કરવાથી ગુનો બને છે .તે અંગે સજાગ રહેવું જોઈએ. ઉપરાંત કોઈ યુવતી સાથે તેની સંમતિ હોવા છતાં પ્રેમ થવાના કારણે કોઈપણ પ્રકારનું જાતિય હુમલા નું કૃત્ય કે શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં .કારણ કે આ કાયદા ની સજા ઓછામાં ઓછા દસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની છે.