પંચમહાલ - ગુરું ગોવિંદસિંઘ જન્મ જયંતી ને લઈ તૈયારીઓને આખરી ઓપ.
પંચમહાલ જિલ્લામાં શીખ ધર્મની આશરે 300 થી 400 લોકોની વસ્તી છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં આશરે 7 થી 8 જેટલાં ગુરૂદ્વારા આવેલા છે. જેમાં દરેક તહેવારો ધામ ધુમથી ઉજવાતા હોય છે.
Prashant Samtani, Panchmahal - ગુરુ ગોવિંદસિંઘ જન્મ જયંતી લઈને સમગ્ર પંચમહાલ જિલ્લાના ગુરુદ્વારામાં તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યું છે.ગુરુ ગોવિંદસિંઘ એ સિખ ધર્મના 10માં ગુરું છે, જેમનો જન્મ પટના, બિહારમાં થયો હતો. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ભુરાવાવ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં ગૂરું ગોવિંદસિંઘ જન્મ જયંતીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગોધરા શહેરના ગુરુદ્વારાઓમાં ગુરુ ગોવિંદસિંઘના જન્મ જયંતી પર સવારે અખંડ પાઠ કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે,
ભજન કીર્તન , લંગર કરવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંઘ જન્મ જયંતી માટે 40 દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. સવારે 5 વાગ્યાથી ગુરુંદ્વારાઓમાં જપજી પાઠ થાય છે. ગુરુ ગોવિંદસિંઘના જન્મ જયંતી પહેલાં 3 દિવસ વગર અટકાયે પાઠ થાય છે.
ગોધરા શહેરમાં ગુરુ ગોવિંદસિંઘ જન્મ જયંતના લંગર માટે 1 દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ગોધરા શહેરના ગુરૂદ્વારાઓમાં ગુરુ ગોવિંદસિંઘ જન્મ જયંતી પર મોટા પાયા પર લંગર કરવામાં આવે છે, જેમાં દરેક લોકો આવીને લાગે લઈ શકે છે. જેમાં કોઈ ધર્મ તથા જાતિના ભેદભાવ વીના સર્વે લોકો લંગરમાં સાથે નીચે બેસીને પ્રસાદી ગ્રહણ કરે છે. જેમાં કોઈ પણ ધર્મ - જાતિનો ભેદભાવ રાખવામાં આવતો નથી.
પંચમહાલ જિલ્લામાં શીખ ધર્મની આશરે 300 થી 400 લોકોની વસ્તી છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં આશરે 7 થી 8 જેટલાં ગુરૂદ્વારા આવેલા છે. જેમાં દરેક તહેવારો ધામ ધુમથી ઉજવાતા હોય છે. ગુરુ ગોવિંદસિંઘ જન્મ જયંતી માટે ગુરૂદ્વારાઓમાં 40 દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. 40 દિવસ અગાઉથી ભજન કીર્તન , પાઠ કરવામાં આવે છે. સવારે 5 વાગ્યા થી જપજી પાઠ થાય છે.