પંચમહાલ# પંચમહાલના શહેરા એમજીવીસીએલના જુનિયર એન્જિનિયર અને પટાવાળાને 1300 રૂપિયાની લંચ લેતા ગોધરા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરા ના રહીશ બળવંત સિંહ પગી દ્વારા શહેરા એમજીવીસીએલ કચેરી ખાતે સરકારી એ જી યોજના હેઠળ થ્રી ફેઝ કનેક્શન માટે અરજી કરવામાં આવી હતી.
લાંબો સમય થવા છતાં કનેક્શન ન મળતા રજુઆત કરતા જુનિયર એન્જિનિયર અને પટાવાળાએ 1300 રૂપિયાની માંગણી કરી હતી. જે મામલામાં અરજદાર બળવંતસિંહ દ્વારા ગોધરા એસીબીને જાણ કરવામાં આવી હતી.
એસીબી દ્વારા છટકું ગોઠવી જુનિયર એન્જિનિયર અંબાલાલ પટેલ અને પટાવાળા રાજેન્દ્ર ચૌહાણને લાંચ લેતા રંગે હાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.