પાવાગઢ પાસે સર્જાયેલા અકસ્માતમાં ગોધરાના મહંતનું નિધન થયું છે.
Panchmahal Accident: ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ ગયેલા મહંતનું નિધન થયું છે. પાવાગઢ રોડ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાતા હતો.
પંચમહાલ: પાવાગઢ પાસે સર્જાયેલા અકસ્માતમાં ગોધરાના મહંતનું નિધન થયું છે. ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતનું નિધન થતાં અનુયાયીઓમાં શોકની લાગણી છવાઇ છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ ગયેલા મહંતનું નિધન થયું છે. પાવાગઢ રોડ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાતા હતો. જેમાં ગોધરાના બાવાની મઢીના મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારીજીનું નિધન થયું છે.
દ્વારકામાં બાઇક અકસ્માતમાં બેનાં મોત
મોડીરાત્રે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્ને બાઇકચાલક વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ હતી. અકસ્માતમાં બંને બાઈકચાલકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે બંને યુવાનોના મૃતદેહ પીએમ માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ પૂર્વ MLAની કારને અકસ્માત નડ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીની કારને અકસ્માત નડ્યો હતો. ચોટીલા-રાજકોટ વચ્ચે કાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, હાઇવે પર તેમની કાર પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં ભીખાભાઈ જોશી સાથે વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વાડદોરીયા પણ ઈજાગ્રસ્ત થયા છે. ભીખાભાઈ જોશી અને કરશનભાઈ વાડદોરીયાને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભીખાભાઈ જોશીને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.