Home /News /panchmahal /

Panchmahal Crime: ગુજરાતમાં ધાડ, લૂંટ, ઘરફોડ કરતી ગેંગ ઝડપાઇ, એક કરોડ રૂપિયાની ચોરીના કર્યા ખુલાસા

Panchmahal Crime: ગુજરાતમાં ધાડ, લૂંટ, ઘરફોડ કરતી ગેંગ ઝડપાઇ, એક કરોડ રૂપિયાની ચોરીના કર્યા ખુલાસા

મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ ઝડપાઇ.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીખોરોના નામ ખોલી વોન્ટેડ જાહેર કર્યા છે.

    રાજેશ જોષી, પંચમહાલ: ગુજરાત (Gujarat) રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરી (stealing) કરતી આંતરરાજય ગેંગ (Interstate thief gangs)ના ત્રણ સભ્યોને ગોધરા દાહોદ હાઇવે (Godhara Dahod Highway)ના ગઢચુંદડી પાસેથી દબોચી લેવામાં પંચમહાલ એલસીબી (Panchmahal LCB)ને મોટી સફળતા મળી છે.

    મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગ તરીકે ઓળખાતી ગેંગના ઝડપાયેલા સભ્યોની પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન પંચમહાલ, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ શહેર અને ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, ખેડા, ભરૂચ, મોરબી સહિતના જિલ્લામાં નોંધાયેલા 20 અને અનડિટેકટ 11  ગુનામાં અંદાજીત એક કરોડ રૂપિયાની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીખોરોના નામ ખોલી વોન્ટેડ જાહેર કર્યા છે.

    પંચમહાલ જિલ્લામાં મિલ્કત સંબઘી ગુનાઓ અને વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા સાથે સાથે વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ અને વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા માટે પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એલ.સી.બીને જરૂરી સુચના આપી હતી. જિલ્લા પોલીસવડાની સૂચના મુજબ એલસીબી પીઆઇ જે.એન. પરમાર અને ટીમ દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જે.એન.પરમારને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગેંગના કેટલાક સભ્યો નંબર વિનાની પીકઅપ ગાડી લઈ દાહોદ ગોધરા હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા છે એવી ચોક્કસ બાતમી મળી હતી.

    આ પણ વાંચો- 12 વર્ષની સગીરાને હેવાન પોડોશી મહિનાઓ સુધી પીંખતો રહ્યો

    જે આધારે એલસીબી પીઆઇ જે.એન.પરમાર અને પીએસઆઇ આઇ.એ. સિસોદીયાએ એલ.સી.બી. સ્ટાફને સાથે રાખી દાહોદ હાઇવેના ગોધરા નજીક આવેલા ગઢ ચુંદડી પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના ત્રણ શખ્સો પીકઅપ ટેમ્પો લઈ આવતાં જ પોલીસે ગાડી રોકી પૂછપરછ કરી હતી. દરમિયાન ત્રણેય શખ્સો મધ્યપ્રદેશના કાકડવા ગામના મુકેશ કૈંકુ અલાવા, મગરસીંગ ઠાકુરસીંગ અજનાર અને પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા હોવાનું જણાય આવ્યું હતું.

    આ પણ વાંચો- સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરતા યુવાને કરી આત્મહત્યા

    આ આરોપીઓ ઘાડ, લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી એલસીબીએ આરોપીઓની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને પીકઅપ ગાડી મળી કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને જે બાદ ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં રાજ્યના અલગ જિલ્લામાં નોંધાયેલા 20 ઉપરાંત અન્ય 11 અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Panchmahal Crime, Panchmahal Police

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन