Home /News /panchmahal /કુદરતની અનોખી કરામત! કૂતરાં-બિલાડીએ દોઢ વર્ષ અંધારા કૂવામાં કાઢ્યાં, આખરે રેસ્ક્યૂ કરી જીવતા બહાર કાઢ્યાં!
કુદરતની અનોખી કરામત! કૂતરાં-બિલાડીએ દોઢ વર્ષ અંધારા કૂવામાં કાઢ્યાં, આખરે રેસ્ક્યૂ કરી જીવતા બહાર કાઢ્યાં!
રેસ્ક્યૂ ટીમે બિલાડી અને કૂતરાંનું રેસ્ક્યૂ કર્યું હતું.
પંચમહાલના ઘોઘંબા તાલુકાના નવાકુવા ગામે છેલ્લા દોઢ વર્ષથી કુવામાં કૂતરો અને બિલાડી પડ્યા હતા અને ગ્રામજનો તેમને રોજ ખાવાનું નાંખતા હતા. ત્યારે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને સામાજિક વિભાગ દ્વારા બંને જીવના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે
ઘોઘંબાઃ પંચમહાલના ઘોઘંબા તાલુકાના નવાકુવા ગામે છેલ્લા દોઢ વર્ષથી કુવામાં કૂતરો અને બિલાડી પડ્યા હતા અને ગ્રામજનો તેમને રોજ ખાવાનું નાંખતા હતા. ત્યારે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને સામાજિક વિભાગ દ્વારા બંને જીવના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને બંને સલામત છે. ત્યારે ગુજરાતીની એક કહેવત ‘રામ રાખે તેણે કોણ ચાખે’ તે સાબિત થતી જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના નવાકુવા ગામે અંદાજે દોઢ વર્ષ પહેલાં શ્વાન અને બે બિલાડીઓ કૂવામાં પડી ગઈ હતી. ગ્રામજનો જાણતા હતા પરંતુ બંને સ્વભાવે હિંસક હોવાથી કૂવામાંથી બહાર કાઢવા ઉતરેલા વ્યક્તિ પર હુમલો કર્યાની દહેશતને લઈને કોઈ તેમને બહાર કાઢવાની હિંમત કરતું નહોતું. પરંતુ થોડા દિવસ અગાઉ જ આ અંગેની જાણ સામાજિક વનીકરણના આરએફઓ જયેશ દુમાડિયાને થઈ હતી અને તેમણે વડોદરાના વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટનો રેસ્ક્યૂ માટે સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ રવિવારે રેસ્ક્યૂ ટીમ અને સામાજિક વનીકરણ આરએફઓની ટીમ નવાકુવા ગામે પહોંચી ગઈ હતી. ત્યારબાદ કૂવામાંથી પહેલાં શ્વાનને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બે બિલાડીઓને બહાર કાઢવામાં આવી હતી. બિલાડી વારેઘડીએ છુપાઈ જતી હોવાથી તેમને પાંજરું મૂકીને બહાર કાઢવાની ફરજ પડી હતી.
પાણી વગર દોઢ વર્ષ કાઢ્યાં
આરએફઓ જયેશભાઈએ જણાવ્યુ હતુ કે, સામાજિક વનીકરણ વિભાગે કૂવામાંથી બહાર કાઢેલા શ્વાન અને અન્ય બિલાડીઓને હેમખેમ હાલતમાં મુક્ત કરી દેવાયા હતા. અંદાજીત દોઢ વર્ષ સુધી કૂવામાં માત્ર ગ્રામજનો દ્વારા ફેંકવામાં આવતો ખોરાક ખાઈને પાણી વગર શ્વાન અને બિલાડીઓએ કેવી રીતે જિંદગી ટકાવી રાખી તે પણ આશ્ચર્યજનક વાત છે. દોઢ વર્ષ સુધી સૂર્યના કિરણો જોયા વગર અને પાણી વગર પસાર કર્યા બાદ કૂવામાંથી બહાર કાઢ્યા બાદ પણ શ્વાન અને બિલાડી પ્રકાશમાં જોઈ શકતા નહોતા. ત્યારબાદ અંધકાર તરફ દોડતા હતા.