Home /News /panchmahal /Panchmahal: 10 વર્ષ બાદ હડફ ડેમના ત્રણ દરવાજા મેઈન્ટન્સ માટે ખોલાયા, પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
Panchmahal: 10 વર્ષ બાદ હડફ ડેમના ત્રણ દરવાજા મેઈન્ટન્સ માટે ખોલાયા, પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ફડફ નદિમાં 2,312 ક્યુસેક પાણી છોડાયુ, પંચમહાલ
મોરવા હડફ તાલુકામાં આવેલ હડફ નદી પર આવેલ ડેમના દરવાજાની મરામત કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.હડફ ડેમના દરવાજા 2012 પહેલા મરામત માટે ખોલવામાં આવ્યા હતા
Shivam Purohit, Panchmahal: ચોમાસાની સિજન નજીક આવી રહી છે ત્યારે જિલ્લામાં બનાવવામાં આવેલા મુખ્ય જળાશયોમાં ચોમાસુ આવતા સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.મોરવા હડફ તાલુકામાં આવેલ હડફ નદી પર આવેલ ડેમના દરવાજાની મરામત કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
હડફ ડેમના દરવાજા 2012 પહેલા મરામત માટે ખોલવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે 2022માં 10 વર્ષ બાદ ફરી 3 નંબરનો ડેમના દરવાજાને ખોલવામાં આવ્યો છે.ડેમના દરવાજા ખોલાતા આસપાસના નિચાળવાળા વિસ્તારમાં આવેલા 9 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમમાંથી હડફ નદીમાં 2,312 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.આગામી 10 દિવસમાં ડેમમા રહેલા પાણીનું સ્તર નિચે જશે જે બાદ ડેમના દરવાજાનું સમારકામ કરવામાં આવશે. ડેમમાં હાલ પાણીની સપાટી 163.10 મીટર છે.પાણી છોડ્યા બાદ ડેમની સપાટી155.53 મીટર સુધી લઈ જવામાં આવશે, ડેમમાં પાણીનું લેવલ 155.53 મીટર આવ્યા બાદ સમારકામ હાથ ધરવામાં આવશે.
ડેમના ત્રણ દગવાજાનું સમારકામ કરવાથી આવનારા ચોમાસામાં ડેમમાં વધુ પાણી સંગ્રહ થઈ શકશે.દરવાજાને મેઈન્ટેન કરવા ડેમના મિકેનિકલ ભાગોને બદલવા માટે ડેમમાં રહેલ પાણીના જથ્થાના લેવલને ક્રેસ્ટ લેવલ સુધી લઈ જવામાં આવશે.હાલ ડેમમાં પાણી છોડવાથી આસપાસના વિસ્તારના ખેડૂતોને ચોમાસા પૂર્વે ખેતી કરવામાં પણ ફાયદો થશે.