Home /News /panchmahal /

Panchmahal: ખુલ્લામાં ફૂટપાથ પર વેચતા શાકભાજી અને ફળના વેપારીઓને વરસાદથી બચાવવા મફત છત્રી-શેડ અપાશે

Panchmahal: ખુલ્લામાં ફૂટપાથ પર વેચતા શાકભાજી અને ફળના વેપારીઓને વરસાદથી બચાવવા મફત છત્રી-શેડ અપાશે

શાકભાજી

શાકભાજી તથા ફળો ના નાના વેચાણકર્તા માટે છત્રિ, પંચમહાલ 

ચોમાસામાં ઘણીવાર તેમના શાકભાજી પલડી જવાને કારણે કોહવાઈ જતા હોય છે અને ખૂબ જ નાના પાયે આ ધંધો કરતા હોવાથી શાકભાજી નો બગાડ થવાથી તેમનું રોકાણ પણ જોખમાય છે જેથી ચોમાસામાં તેઓનો મહેનતનો પાક ...

    Shivam Purohit, Panchmahal: વરસાદના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ વરસાદના ઝાપટા ક્યાંક જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતો (farmer) પોતાના ખેતરમાં શાકભાજી (vegetables) તથા ફળો (fruit) ઉગાડી શહેરી વિસ્તારોમાં રસ્તા ઉપર પથારા કરીને શાકભાજી તથા ફળો નું વેચાણ કરતા હોય છે. ત્યારે આવા નાના વેચાણકારો નાં ચોમાસાના સમયે વરસાદ પડવાના કારણે ઘણીવાર શાકભાજી તથા ફળો પલડી ને કોહવાઈ જતા હોય છે. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા 2022-23 દરમિયાન ચોમાસામાં વરસાદ સામે શાકભાજી તથા ફળો ના રક્ષણ માટે નાના વેચાણકર્તા ઓ માટે વિનામૂલ્યે છત્રી (umbrella) અથવા શેડ કવર નું વિતરણ કરવા હેતુ આઇ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

    શહેરના રોડ રસ્તા અને ફૂટ પાથ પર શાકભાજી વેચતા વેપારીઓને છત્રી અને શેડ મફત આપવામાં આવશે.

    ગોધરાના fci ગોડાઉન વિસ્તાર, જહર પુરા વિસ્તાર તથા બારમોલી  (bamroli road) સહિતના વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાકભાજી તથા ફળના નાના વેચાણકારો રસ્તાની બાજુપર પથારો કરીને વેચાણ કરતા હોય છે તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે વર્ષોથી તેઓ આ પ્રકારે શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે જેમાં ચોમાસામાં ઘણીવાર તેમના શાકભાજી પલડી જવાને કારણે કોહવાઈ જતા હોય છે અને ખૂબ જ નાના પાયે આ ધંધો કરતા હોવાથી શાકભાજી નો બગાડ થવાથી તેમનું રોકાણ પણ જોખમાય છે જેથી ચોમાસામાં તેઓનો મહેનતનો પાક ન બગડે એ હેતુ થી શાકભાજી વિક્રેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો શાકભાજી વિક્રેતાઓને છત્રી મળે તો તે ખૂબ જ મદદરૂપ નીવડશે.

    ખેડૂતોને રેશનકાર્ડ દિઠ એક છત્રીનું વિતરણ કરવામાં આવશે,ખેડૂત આઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    પંચમહાલ જિલ્લાના બાગાયત અધિકારી યોગેશ ખાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં શાકભાજી તથા ફળનું ઉત્પાદન કરતા ખેડૂતો વેચાણકારો તથા roadside શાકભાજી અને ફળોનું વેચાણ કરતાં નાના વેપારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે છત્રી વિતરણનો કાર્યક્રમ સતત ત્રીજા વર્ષે શરૂ કરી દેવામાં આવ્યો છે.જેને લઇને પંચમહાલ જિલ્લામાં વિતરણ કરવાની છત્રી ઓ માટે રેશનકાર્ડ દિઠ એક છત્રી નું વિતરણ કરવાનું રહેશે જેના રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે તેથી જરૂરિયાત મંદ એવા તમામ નાના વેચાણકારો તથા ખેડૂતો નીચેની માહિતી પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને વિનામૂલ્યે છત્રી મેળવી ચોમાસા દરમિયાન પોતાના ફળો તેમ જ શાકભાજી નો બગાડ થતા અટકાવી શકે છે.



    રજીસ્ટ્રેશન કરવા માટે તા.17 જૂનથી 16 જૂલાઈ સુધી કરવાનું રહેશે.

    પંચમહાલ જીલ્લામાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા નાના વેચાણકારોને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવા બાગાયત ખાતા દ્વારા સહાય યોજનાનો લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર એ સને ૨૦૨૨-૨૩ માટે આઈ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ તા. 17.06.2022થી16.07.2022 સુધી ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

    યોજનાનો લાભ મેળવવા માંગતા વેચાણકારો ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની નકલ, આધારકાર્ડ તથા રેશનકાર્ડની નકલ સાથે દિન -7 માં નાયબ બાગાયત નિયામક ની કચેરી, જીલ્લા સેવા સદન-૨, બીજો માળ, ગોધરા જી.પંચમહાલ ખાતે પહોચાડવાની રહેશે.વધુ વિગત માટે ફોન નં- 02672-240039 ઉપર સંપર્ક કરી શકાશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन