Home /News /panchmahal /Panchmahal: ખેતરમાં તળાવ બનાવી તમે પણ કમાઈ શકો શો આ રીતે ડબલ નફો

Panchmahal: ખેતરમાં તળાવ બનાવી તમે પણ કમાઈ શકો શો આ રીતે ડબલ નફો

X
મત્સ્ય

મત્સ્ય પાલન, પંચમહાલ

હાલના સમયમાં જો ખેડૂત પાસે પોતાની માલિકીની જમીન હોય અને તેમાં તે એક એકરમાં મત્સ્યપાલન શરૂ કરે તો સૌથી પહેલા તળાવ નું બાંધકામ વ્યવસ્થિત રીતે કરવું તેમજ એક એકરમાં ખેડૂત સરકાર માન્ય imc ઇન્ડિયન મેજર કાર્પ નો ઉછેર કરી ....

Shivam Purohit, Panchmahal: હાલના સમયે ખેડૂતો વરસાદી ઝાપટાની શરૂઆતમાં ડાંગર તથા મકાઈ ની ખેતી ની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે ત્યારે ધાન્ય તથા અનાજ ની ખેતીની સાથે સાથે ખેડૂતો વધુ નફો કેવી રીતે મેળવી શકે એ વિષય આજે આપણે જાણીશું. ખેડૂત પાસે જો પૂરતી જમીન હોય તો તે અનાજ તથા અન્ય ની ખેતી તો ઘરે જ પરંતુ એક એકર જેટલી જગ્યામાં તે મત્સ્ય પાલન કરીને વધુ નફો મેળવી શકે છે.

એક એકરમાં મત્સ્યપાલન શરૂ કરવાસૌથી પહેલા તળાવનું બાંધકામ વ્યવસ્થિત રીતે કરવું તેમજ એક એકરમાં ખેડૂત સરકાર માન્ય imc ઇન્ડિયન મેજર કાર્પનો ઉછેર કરી શકે છે.

પંચમહાલ જિલ્લા મત્સ્યોદ્યોગ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં હવે ખેડૂતો ધીરે ધીરે મત્સ્ય ઉદ્યોગ તરફ વળતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલાના સમયથી ચાલી આવતી પારંપરિક પદ્ધતિ એટલે કે ગામ તળાવ તેમજ અન્ય જાહેર તળાવમાં ટેન્ડરાઇઝ્ડ પ્રક્રિયાથી મત્સ્ય ઉદ્યોગ કરવામાં આવી રહ્યો હતો.તેમણે ઉમેર્યું કે હાલના સમયમાં જો ખેડૂત પાસે પોતાની માલિકીની જમીન હોય અને તેમાં તે એક એકરમાં મત્સ્યપાલન શરૂ કરે તો સૌથી પહેલા તળાવનું બાંધકામ વ્યવસ્થિત રીતે કરવું તેમજ એક એકરમાં ખેડૂત સરકાર માન્ય imc ઇન્ડિયન મેજર કાર્પ નો ઉછેર કરી શકે છે જેમાં એક એકર માટે 10,000 જેટલા ફિંગર લિંગ સ્ટોક કરી શકે છે. આ સિવાય પણ અન્ય ૩૦ પ્રકારની પ્રજાતિઓ નો ઉછેર ભારતમાં જોવા મળે છે જેવી કે જયંતી રોહુ, કટલા, મ્રીગલ, કોમન કાર્પ, પંગાશિયસ, સ્નેક હેડ, રૂપચંદા, દેશી માગુર, શિન્ગી, પુન્ટીઅસ સરાના, આમુર કોમન કાર્પ વગેરે. પરંતુ હાલ ભારતમાં અને ગુજરાતમાં મોટાભાગે આઇએમસી નું ફાર્મીગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. અન્ય એક્ઝોટીક પ્રજાતિ ભારત માં બેન છે જેવી કે માગુર, બિગ હેડ વગેરે.

તળાવમાં 10,000 ફિંગર લિંગ રોહૂ, કટલા તથા mrigal પ્રજાતિની માછલીઓનો ઉછેર કરી ખેડૂત પોતાના સો ટકા રોકાણની સામે 150 થી 200 ટકા જેટલો નફો મેળવી શકે છે.

એક એકર જેટલા તળાવમાં 10,000 ફિંગર લિંગ રોહૂ, કટલા તથા mrigal પ્રજાતિની માછલીઓનો ઉછેર કરી ખેડૂત પોતાના સો ટકા રોકાણની સામે 150 થી 200 ટકા જેટલો નફો મેળવી શકે છે. ખેડૂતો પોતાના ખેતરમાં તળાવનું નિર્માણ કરીને તેમાં ચોમાસામાં મત્સ્ય બ્રિજ નો સંગ્રહ કરી 8-10 મહિને સારૂં વળતર મેળવી શકે છે તેમજ આ વિષેની વધુ માહિતી ખેડૂતોને પોતાના જિલ્લામાં આવેલા મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ઉપર થી મળી રહેશે.

પરંતુ મત્સ્ય ઉદ્યોગ વિશે ન જાણતા ખેડૂતો શું કરશે?

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક માધવી મેઘાતર દ્વારા જણાવવામાં આવી કે હાલના સમયે પંચમહાલ જિલ્લાની મત્સ્ય ઉદ્યોગ કચેરી ખાતે અનુસૂચિત જાતિ જનજાતિ માટે પ્રશિક્ષણ સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે કચેરી દ્વારા તેની જાણ ખેડૂતોને કરવામાં આવતી હોય છે. આ સિવાય ઓપન કેટેગરીમાં આવતા ખેડૂતો માટે આણંદ, ઉમરગામ જેવા સ્થળોએ યોગ્ય પ્રશિક્ષણ મળી રહેતું હોય છે. તથા આ સિવાય પણ ખેડૂતોને કેટેગરી વાઇઝ મત્સ્ય ઉદ્યોગ માં સરકાર દ્વારા નિયમાનુસાર સબસિડીના લાભ પણ મળતા હોય છે. તેમજ તેમણે ઉમેર્યુ કે મત્સ્ય પાલન શરૂ કરવા ઉત્સુક ખેડૂતો ને મત્સ્યોદ્યોગ ઉદ્યોગો કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે.

મત્સ્ય ઉદ્યોગ કરવા ઉત્સુક ખેડૂતો નીચેના સરનામાં ઉપર જય વધુ માહિતી મેળવી શકે છે તથા સંપર્ક કરી શકે છે.

સરનામું: મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની કચેરી, મત્સ્ય ઉદ્યોગ ખાતું ગુજરાત સરકાર, આઈટીઆઈની પાછળ ગોધરા, જિ. પંચમહાલ..

સંપર્ક: ૦૨૬૭૨-૨૬૫૭૦૫

જો કોઈ ખેડૂત મત્સ્ય પાલન વિશે વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો તે રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈ તમામ માહિતી મેળવી શકે છે.આપેલ લીંક પર ક્લિક કરી https://agri.gujarat.gov.in/fisheries-aid-schemes-guj.htm માહિતી મેળવી શકાય છે.
First published:

Tags: Farmers News, Panchmahal, Panchmahal latest news, Panchmahal News

विज्ञापन