Home /News /panchmahal /Panchmahal: મોટા મોટા પથ્થરો વચ્ચે છે આ અલૌકિક મંદિર; પર્યટકો માટે બન્યું છે પસંદીદા સ્થળ
Panchmahal: મોટા મોટા પથ્થરો વચ્ચે છે આ અલૌકિક મંદિર; પર્યટકો માટે બન્યું છે પસંદીદા સ્થળ
મોટા પથ્થરોની વચ્ચે આઈ શ્રી ખોડીયાર મા નુ મંદિર , પિકનિક માટે છે બેસ્ટ
શહેરા તાલુકાથી આશરે 20 કિ.મી દૂર ચાંદલગઢ ગામ ખાતે ખોડીયાર માતાનું મંદિર આવેલું છે.આ મંદિરની વિશેષતા એ છે કે, આ મંદિર કોઈ સાધારણ મંદિર નથી. જેમાં લોકોએ મોટા મોટા વિશાળકાય પથ્થરોમાંથી પસાર થઈને પહાડની ઉપર ચઢીને ખોડીયારમાના દર્શન કરવાના હોય છે.
Prashant Samtani, Panchmahal: " જય આઈ શ્રી ખોડીયાર માત કી જય" પંચમહાલ જિલ્લાને મુખ્યત્વે પછાત આદિવાસી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. પંચમહાલ જિલ્લાનો ટુરીઝમ પણ જોઈએ તેટલું વિકસી શક્યું નથી . પરંતુ જોવા જઈએ તો પંચમહાલ જિલ્લામાં ઘણા સારા સારા ફરવા લાયક સ્થળો આવેલા છે. જો તે ફરવા લાયક સ્થળોનો યોગ્ય રીતે વિકાસ કરી તેને ટુરીઝમ તરીકે વિકસાવવામાં આવે,તો પંચમહાલ જિલ્લાના લોકો માટે રોજગારીની ઘણી બધી તકોનું સર્જન થશે.ઉપરાંત પંચમહાલ જિલ્લાના લોકોનો વિકાસ થશે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાથી આશરે 20 કિલોમીટર દૂર ચાંદલગઢ નામના ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાનું મસ્ત મજાનું મંદિર આવેલું છે. જે ખૂબ જ ઓછા લોકો જાણે છે, આ મંદિરની વિશેષતા એ છે કે,આ મંદિર કોઈ સાધારણ મંદિર નથી.જેમાં લોકોએ મોટા મોટા વિશાળકાય પથ્થરોમાંથી પસાર થઈને પહાડની ઉપર ચઢીને ખોડીયારમાના દર્શન કરવાના હોય છે.
આ મંદિરના પથ્થરો એકબીજાની ઉપર એવા તે ગોઠવાયેલા છે કે, આપણે જોઈને જ ચોકી જઈએ . કેટલાક વિશાળકાય પથ્થરો કોના ટેકે ઉભા છે, તે આપણે સમજી જ ન શકીએ. આખરે પહાડ ઉપર જ્યારે વિશાળ અને વજનદાર મોટા મોટા પથ્થરો ઊભા હોય ત્યારે ઢળી જવાનો ચોક્કસથી ભર રહે છે.
પરંતુ આ મંદિરની વિશેષતા ગણો કે માતાજીનો ચમત્કાર અહીંના પથ્થરો ના હલે છે,નહી કોઈને હલાવે છે. એકદમ સ્થિર સ્થિતિમાં રહેલા પથ્થરો ની વચ્ચે આવેલ નાની નાની જગ્યાઓમાંથી પસાર થઈને શ્રદ્ધાળુઓ પહાડની ચોટી સુધી પહોંચી , આઈ શ્રી ખોડીયાર મા ના દર્શન કરી પોતાની જે કંઈ મનોકામનાઓ છે. માતાજીને જણાવતા હોય છે. અને એવું કહેવાય છે કે, આ મંદિર પર લોકો દ્વારા માતાજીને કરવામાં આવતી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
જો તમે ફોટા અને સેલ્ફી પાડવાના શોખીન છો , તો આ સ્થળ તમારા માટે ખૂબ જ મસ્ત મજાનું ફરવા લાયક સ્થળ પણ સાબિત થાય તેમ છે . પથ્થરોની ઉપર ઉભા રહીને ફોટા પડાવવાની અહીં મજા જ કંઈક અલગ છે .જ્યારે તમે પથ્થર પર ઉભા રહેશો ,એના પાછળનું જે કુદરતી સૌંદર્ય તમે નિહાળી શકશો તે અદભુત જ છે. અને તેનાથી તમારા જે ફોટોગ્રાફ્સ આવશે એ તો સોશિયલ મીડિયામાં ધૂમ જ મચાવી દેશે. દૂર દૂરથી લોકો જેમ જેમ આ મંદિર વિશે જાણતા થાય છે , તેમ તેમ તે લોકોને પંચમહાલનું ચાંદલગઢ ખેંચતું આવ્યું છે .
આ મંદિર પંચમહાલના લોકો માટે ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે, ખાસ કરીને નવરાત્રીમાં આ મંદિરનો મહિમા ઔર વધી જાય છે .આ ઉપરાંત પૂનમ પર લોકો માતાજીના દર્શન કરવાનું શુભ માને છે , આમ જોવા જઈએ તો આ સ્થળ અને ચાંદલગઢના મંદિરની તુલના અન્ય કોઈ સાથે કરી શકાય તેમ નથી. જો આ સ્થળને એક સારા ટુરીઝમ તરીકે વિકસાવવામાં આવે તો ગુજરાત તેમજ આજુબાજુના રાજ્યોના લોકો માટે આસ્થાનું ઘણું મોટું કેન્દ્ર બને તેમ છે.