Home /News /panchmahal /પંચમહાલ : આમ આદમી પાર્ટીના પ્રહાર, 'જનતા છે દુ:ખી અને સરકાર કરી રહી છે ઉજવણી'

પંચમહાલ : આમ આદમી પાર્ટીના પ્રહાર, 'જનતા છે દુ:ખી અને સરકાર કરી રહી છે ઉજવણી'

X
AAP

AAP પંચમહાલ દ્વારા ગુજરાત સરકાર પર પ્રહારો

૧.શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના લોકો સાથે સરકારની લોકો પ્રત્યેની અસંવેદના બાબતે સંવાદ કરવામાંં આવ્યો. આપ જિલ્લા પ્રમુખ દિનેશ બ?

ગુજરાત સરકારના મુખ્યમંત્રી (CM Rupani) વિજયભાઈ રૂપાણી  (Vijay Rupani)અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના (Nitin Patel) નેતૃત્વ મા રાજ્ય સરકારના સુશાસન ના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાતા નવ દિવસીય વિકાસ મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ગતરોજ સંવેદના દિવસે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં નાના ગરીબ તથા વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે અંદાજે પાંચ સ્થળોએ એકસાથે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તેના ભાગરૂપે કલોલ નગરપાલિકા હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ,મુખ્ય મહેમાન તરીકે શૈફાલીબેન ઉપાધ્યાય, અતિથિ વિશેષ તરીકે એમ એચ પટેલ ,મદદનીશ શ્રમ આયુક્ત ગોધરા, પીએમ જાદવ મામલતદાર કલોલ, મનોજકુમાર મિશ્રા નાયબ મામલતદાર કાલોલ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના લોકો સાથે સરકારની લોકો પ્રત્યેની અસંવેદના બાબતે સંવાદ કરવામાંં આવ્યો.

"મોંઘવારીના ખપ્પરમાં હોમાતી જનતા વચ્ચે સરકાર સંવેદના ઉત્સવ મનાવે છે અને આનંદ લે છે. આ સરકારની લોકો પ્રત્યેની અસંવેદના છે": જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા હાલ વિવિધ પ્રકારના દિવસો ઉજવવામાં આવી રહ્યા છે, આજે તેઓ સંવેદના દિવસ ઉજવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે સરકારની નિષ્ફળતા અને લોકો પ્રત્યેના તેમના વ્યવહાર, વ્યવસ્થા, સેવા અને સુવિધાના કારણે જે સ્થિતિ ઉભી થઈ છે તે જોતાં અસંવેદના દિવસ તરીકે આપણે જોવો જોઈએ તે સંદર્ભે શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામે પાર્ટીના કાર્યકરો દ્વારા ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો અને સરકારની લોકો પ્રત્યેની સંવેદના છે કે અસંવેદના ! તે બાબતે સંવાદ કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ મોંઘવારી અને કોરોના મહામારી બાબતે સરકારનું આજે શું વલણ છે તે આપણે જોઈએ છીએ. આને તેથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ સરકાર લોકો પ્રત્યે અસંવેદનશીલ છે તેથી અમે સરકારના સંવેદના દિવસ ઉત્સવનો વિરોધ કરીએ છીએ.

આજે મોંઘવારીમાં દરેક ઘરનું બજેટ ખોરવાયું છે, લોકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, જનતા દુઃખી છે ત્યારે સરકાર સંવેદના ઉત્સવ ઉજવણી કરી રહી છે અને આનંદ મનાવી રહી છે આ ઉત્સવ લોકો પ્રત્યેની તેમની કેટલી અસંવેદના છે તે સાબિત કરે છે. એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ લોક સંવાદ કર્યો.
શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછીએ કિસાનોની સમસ્યા બાબતે અને સ્થાનિક સમસ્યાઓ બાબતે ચર્ચા કરી હતી.

જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસે ગામના નવ યુવાન હર્ષદભાઈ માછીને શહેરા તાલુકા મહામંત્રી તરીકે નિમણૂંક કરી જાહેરાત કરવામાં આવી.
ગામમાંથી આગેવાન નાગરિકો સાથે નવ યુવાનો અને બહેનોએ હાજરી આપી હતી.
First published:

Tags: AAP Gujarat, Panchmahal News, ગુજરાત સરકાર