Home /News /panchmahal /પંચમહાલ: 8 વર્ષનું બાળક પાણીથી છલોછલ ઊંડા ખાડામાં પડ્યો, ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો

પંચમહાલ: 8 વર્ષનું બાળક પાણીથી છલોછલ ઊંડા ખાડામાં પડ્યો, ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો

આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું

Panchmahal: પંચમહાલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ખાડામાંથી પડેલા બાળકનું મોત થયું છે. હાલ તેના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

    પંચમહાલ: પંચમહાલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક બાળક ખાડામાં પડી ગયું હતું. આ આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થઇ ગયું હતું. લગભગ 10 કરતાં પણ વધારે ઊંડા ખાડામાં બાળક પડી ગયું હતું. જેના લઇને બાળકની શોધખોલ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ખાડામાંથી પડેલા બાળકનું મોત થયું છે. હાલ તેના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

    પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું. નિર્માણધીન બિલ્ડીંગના પાછળના ભાગમાં ખોદવામાં આવેલા ખાડામાં આ ઘટના બની હતી. આ ખાડામાં પાણી પણ ભરેલું હતું. સ્થાનિક ડિઝાસ્ટર એકેડમી દ્વારા બાળકને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ખાડું ઊંડું હોવાનું જાણવા મળી રહ્યું હતું. સાથે જે તે પાણીથી પણ છલોછલો દેખાઇ રહ્યું હતું.


    આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદને લીધે પાણી જ પાણી, નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ

    ઘટનાને પગલે સ્થાનિક ડિઝાસ્ટરની ટીમ દોડી આવી હતી અને ખાડામાં બાળકને શોધવામાં આવી રહ્યું હતું. સાથે જ ખાડામાંથી પાણી પણ બહાર કાઢવા પ્રયાસો કરાયા હતા. રમતાં-રમતાં બાળક ખાડામાં પડી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાડા પાસે બેરિકેટીંગ કરવામાં આવેલી નહોતી. જેના પગેલ આ દુર્ઘટના બની છે. ખાડાની આસપાસ બેરિકેટીંગ કરવામાં આવ્યું નહોતું અને બાળક રમતાં-રમતાં ખાડામાં પડી ગયું હતું. ઉપરાંત કેટલાક સ્થાનિક લોકો પણ શોધખોળની કામગીરીમાં જોતરાયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Panchamahal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन