Home /News /panchmahal /પંચમહાલ: 44 વર્ષનો પરિણીતી શિક્ષક 16 વર્ષની વિદ્યાર્થીનીને ભગાડી ગયો!

પંચમહાલ: 44 વર્ષનો પરિણીતી શિક્ષક 16 વર્ષની વિદ્યાર્થીનીને ભગાડી ગયો!

શિક્ષક વિધાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ

Panchmahal: પરિણીત શિક્ષક પોતાની પુત્રી સમાન 16 વર્ષીય સગીરવયની વિધાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ

  રાજેશ જોશી, પંચમહાલ: પંચમહાલમાં શિક્ષણ આલમને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પંથકની એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતો 44 વર્ષનો પરિણીત શિક્ષક પોતાની પુત્રી સમાન 16 વર્ષીય સગીરવયની વિધાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના માતાએ પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અપહરણ, પોકસો અને એક્ટ્રોસિટી એકટની કલમ મુજબ ફરિયાદ નોંધી ટીમની રચના કરી કથિત આરોપી શિક્ષકની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે.

  કહેવાય છે કે કિશોરાવસ્થામાં માતા-પિતા પછી ગુરુ તરીકેની ભૂમિકા શિક્ષકને માનવામાં આવે છે. વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થીના જીવનમૂલ્યોનું ઘડતર અને જ્ઞાનનો સંચાર શિક્ષક દ્વારા જ થતા હોય છે. જેને લઈને જ સમાજમાં પણ શિક્ષકની પ્રતિભા એક આદર્શ અને સન્માનીય વ્યક્તિ તરીકે થાય છે, પરંતુ પંચમહાલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંની ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેની હાઈસ્કૂલના જ શિક્ષક દ્વારા તેનું શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ તેની માતાએ નોંધાવી છે.

  આ પણ વાંચો: અમદાવાદીઓ સાવધાન થઇ જજો, જો ટેક્ષ બાકી હશે તો કડક કાર્યવાહી કરાશે!

  ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, ત્રણ માસ અગાઉ પોતાની સગીરવયની દીકરીના મોબાઈલમાં કેટલાક મેસેજ જોઈ તેની માતા અચરજ પામી ગઈ હતી અને આ મેસેજ હાઈસ્કૂલના શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ મૂળ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મલેકપુર ગામના વતની અને હાલ ગોધરાના હોવાનું જણાય આવતા સગીરાની માતાએ પોતાની પુત્રી તેમજ શિક્ષક નિમેષને ટકોર કરી હતી. જેને લઈ થોડા દિવસ બધું સમુસુતરૂ ચાલવા લાગ્યું હતું, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ થકી જાણવા મળ્યું કે, શિક્ષક નિમેષ હજી પણ પોતાની સગીરા પુત્રી સાથે સંબંધો ચાલુ જ છે.

  બીજી તરફ, 11મી સપ્ટેમ્બરના રોજ સગીરાની માતા તેમજ ઘરના અન્ય સભ્યો રાત્રિનો નિત્યક્રમ પતાવી સુઈ ગયા હતા અને  ત્યાર બાદ મળસ્કે  સગીરાની માતાએ પથારીમાં જોતા તેમની પુત્રી જોવા મળી નહોતી. જેથી પોતાના પતિને જગાડી જાણ કરી હતી. ત્યાર બાદ તેમણે ગામમાં આજુબાજુ તપાસ કરાવી હતી, પણ તેમની પુત્રી  મળી આવી નહોતી. જેથી સગીરાની માતાને શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ગોધરા સ્થિત મકાને તપાસ કરતા નિમેષની પત્નીએ તે રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા આજે ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા તેમની શંકા હકીકત હોવાની શક્યતા પ્રબળ બની હતી.

  પોતાની દીકરીની અન્ય સગા સબંધીમાં પણ સગીરાની માતાએ તપાસ કરતા તે મળી આવી નહોતી. બીજી તરફ, શિક્ષક નિમેષનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા બંધ આવ્યો હતો. જેથી સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે આવી શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ વિરુદ્ધ પોતાની સગીરવયની પુત્રીને પોતાના વાલીપણામાંથી ભગાડી જઈ શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ 363, 366 પોકસો 12 તથા એક્ટ્રોસિટી એકટની કલમ 3 (2),(5-અ) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શિક્ષકનું ગોધરા ખાતેનું મકાન બંધ જોવા મળ્યું હતું અને તેનો હજી કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે વાસ્તવિકતા શિક્ષક અને વિદ્યાર્થીની ઝડપાયા બાદ જ સામે આવશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Crime news, Gujarat News, Panchmahal Crime

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन