પંચમહાલ: ઉત્તરાયણ ૨૦૨૨ સૌ કોઈ ઉમંગ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરશે. પરંતુ આપણી મજા કોઈના માટે મોત ની સજા ન બને તેનું અવશ્ય ધ્યાન રાખવું. પશુ ચિકિત્સક ડો ભૌમિક પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવા ની સાથે અબોલા જીવો નું પણ ધ્યાન રાખવું. જ્યારે સવારે નવ વાગ્યા પહેલાં પક્ષીઓ પોતાના માળા છોડતા હોય છે.અને સાંજે પાંચ થી સાત વાગ્યા દરમિયાન પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા હોય છે આ સમય દરમિયાન પતંગ ચગાવવા નો વિરામ લેવો જોઇએ.
તેમજ વધું કાચ વાળી તેમજ ચાઈનીઝ કે સિન્થેટીક દોરા થી પતંગ ચગાવવા નું ટાળવું જોઈએ જેથી કરીને પક્ષીઓ ની જાનહાનિ ન થઈ શકે.તેમજ તેમ છતાં તમે રસ્તા માં કે ગમે ત્યાં કોઈ પક્ષી કે પશુ ને ઘાયલ અવસ્થામાં જોવો તો તરત જ કરૂણા હેલ્પલાઇન ૧૯૬૨ ને સંપર્ક કરવો જેથી તે અબોલા જીવ નો જીવ બચાવી શકાય.
તેમજ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂણ્ય કરવાનો મહિમા છે તેમજ આ દિવસે ગાય ને ઘાસચારો ખવડાવવા નું પણ આગવું મહત્ત્વ છે ત્યારે આ દિવસે ખૂબ જ પ્રમાણમાં ગાયો ને લીલો ઘાસચારો ખવડાવવા માં આવે છે જેના કારણે એક જ દિવસમાં વધુ પ્રમાણમાં લીલો ઘાસચારો ખાવા નાં કારણે ગાય ને તકલીફ થતી હોય છે જેનાં કારણે તેમને આફરો ચડી જતો હોય છે જે જિવલેણ પણ સાબીત થઇ શકે છે . તેથી એક જ દિવસે લીલો ચારો ન ખવડાવી દેવો જોઈએ તેવું ડોક્ટર ભૌમિક પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું.