Prashant Samtani panchmahal : લોકોને ઝડપી ન્યાય મળે તેવા હેતુથી લોક અદાલતની શરુઆત કરવામાં આવી હતી. સમાધાન થઈ શકે તેવા કેસોને લોક અદાલતમાં સાંભળવામાં આવે છે. બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થાય, જેથી અદાલત અને પક્ષકારોનો વધુ સમય ના બગડે તે હેતુથી લોક અદાલત છે ખૂબ લાભ કારક. સામન્ય રીતે દર 3 મહિને લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે.
પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં તા.12 મી નવેમ્બરના રોજ રાષ્ટ્રિય લોક-અદાલત યોજાશે. પક્ષકારોએ સંબંધિત કોર્ટોમાં સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવાની રહેશે.
નામદાર રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્હીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 12 મી નવેમ્બર, 2022 ના રોજ ગોધરા જિલ્લા મથકની સાથે-સાથે શહેરા, મોરવા (હ.), કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં આગામી તા. 12 મી નવેમ્બર, શનિવાર 2022 ના રોજ નામદાર અધ્યક્ષ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલના અધ્યક્ષસ્થાને નેશનલ લોક-અદાલત યોજવામાં આવશે.
લોક અદાલત માં કેવા પ્રકારના કેસોના નિકાલ લાવી શકાય છે ?
લોક અદાલત માં સામાન્ય રીતે, સરળતાથી સમાધાન પાત્ર હોય તેવા કેસો જેમ કે, ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-138હેઠળના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી. કેસો, મેટ્રીમોનીયલ કેસો, લેબર ડીમ્પ્યુટ કેસો, ઈલેકટ્રીક અને વોટર બીલ (ચોરીના નોન - કંપાઉન્ડેબલ સિવાય) કેસો, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થાં અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, એલ.એ.આર., રેવન્યુ કેસો, અન્ય સીવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, ઈન્જેક્શન શુટ, સ્પેર્સીફીક પરફોર્મેન્સ શૂટ ) અને પ્રિ-લીટીગેશન કેસો વિગેરે સમાધાન અર્થે મૂકી શકાશે.
લોક અદાલતમાં સમાધાન કરવાના ફાયદાઓ.!
સામાન્ય રીતે જ્યારે ઉપર દર્શાવેલ કેસો માંથી લોક અદાલત સિવાયના દિવસે જો બંને પક્ષકારો સમાધાન કરતા હોય, તો અદાલત દ્વારા, ફિઝુલ માં અદાલતનો સમય બગાડવા બદલ અદાલત કેટલાક દંડ પેટે ચાર્જીસ લગાવતી હોય છે. જે લોક અદાલતમાં સમાધાન કરવાથી ચાર્જીસ લગાવવામાં આવતા નથી. આમ , કોઈપણ પ્રકારના અન્ય એકસ્ટ્રા ચાર્જીસ વગર અદાલત દ્વારા બંને પક્ષકારો વચ્ચે તેમની સુવિધા મુજબની શરતો સાથે સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે . જેથી લોક અદાલત પક્ષકારો માટે ફાયદાકારક નીકળી શકે તેમ હોય છે.
જો તમે પણ તમારા સમાધાનપાત્ર કેસમાં લોક અદાલતમાં સમાધાન કરવા માંગો છો તો આ રીતે કરી શકો છો અરજી.
નેશનલ લોક - અદાલતનો વધુમાં વધુ લોકો સમાધાનથી વિવાદમુકત બને તે હેતુથી આયોજન કરવામાં આવેલ છે. આમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટોનો અથવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરા, ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડ, સીવીલ અને ક્રિમીનલ કોર્ટ બિલ્ડીંગ, બીજા માળ રૂમ નં. ૩૨૩ ખાતે સંપર્ક કરવાનો રહે છે.