Home /News /panchmahal /Panchmahal: શું તમે પણ સ્પેસ વિશે જાણો છો? આવી રીતે તમે પણ સ્પેસ વીક ઉજવી શકશો

Panchmahal: શું તમે પણ સ્પેસ વિશે જાણો છો? આવી રીતે તમે પણ સ્પેસ વીક ઉજવી શકશો

શું તમે જાણો છો ,૪ થી ૧૦ ઓક્ટોબરને વિશ્વ સ્પેસ વીક તરીકે કેમ ઓળખવામાં આવે છે 

વિશ્વના દેશો આધિકારિક રીતે દર વર્ષની 4 થી 10 ઓક્ટોબર ના સાત દિવસને “વર્લ્ડ સ્પેસ દિવસ તરીકે ઉજવે છે.  યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા તારીખ 6 ડિસેમ્બર 1996 ના રોજ નક્કી કર્યું

    Prashant Samtani, panchmahal: અંગ્રેજી શબ્દ "સ્પેસ" વિશે જાણવાની તો આપણા બધાને ઘણી ઈચ્છા હોય છે . ખરેખર આકાશમાં હોય છે શું ! જેવા પ્રશ્નો લગભગ દરેક માનવીને થતા હોય છે. રાત્રે જ્યારે ટમટમતા તારલાઓ આપણને નીચેથી દેખાતા હોય છે , ત્યારે બચપન ની ઘણી યાદો તાજા થઈ જતી હોય છે . લોકોને સ્પેસ અને તેની ઘણી બધી વિશેષતાઓ પ્રત્યે જાગૃતિ આવે તેમજ ખાસ નવી પેઢી અવકાશ વિશે જાણતી થાય તે માટે ઘણી સંસ્થાઓ કાર્ય કરતી હોય છે.

    અવકાસ અઠવાડિયુંએ સમગ્ર વિશ્વના 95 થી વધુ દેશો સાથે મળીને ઉજવે છે. માનવ ઉન્નતિ અને સુખાકારી માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીનું ઘણું મોટું યોગદાન રહેલું છે.વિશ્વના દેશો આધિકારિક રીતે દર વર્ષની 4 થી 10 ઓક્ટોબર ના સાત દિવસને “વર્લ્ડ સ્પેસ દિવસ તરીકે ઉજવે છે. યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા તારીખ 6 ડિસેમ્બર 1996 ના રોજ નક્કી કર્યું હતું કે , દર વર્ષની 4 થી 10 ઓક્ટોબર એક અઠવાડીયા માટે વિશ્વ અવકાશ દિવસ તરીકે ઉજવણી કરવી. પૃથ્વી પરથી માનવ નિર્મિત પ્રથમ સેટેલાઈટ સ્પૂટનિક ૧ ને ૪ ઓક્ટોબર ૧૯૫૭ ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું તથા ૪ ઓક્ટોબર ૧૯૫૭ ના રોજ આઉટર સ્પેસ ટેરેટરી ના કાયદાપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

    જેથી આ બે તારીખો વચ્ચેની તારીખને વિશ્વ અવકાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના ૯૬ દેશોમાં ૮૦૦૦ થી વધુ કાર્યક્રમો આ સપ્તાહમાં ઉજવવામાં આવે છે. આ દરમ્યાન વિશ્વ અને સ્પેસ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા પ્રયોગશાળા, પ્લેનેટોરિયમ, શાળા, કોલેજો, જાહેર સ્થળે અવકાસ વિજ્ઞાન વિષે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. વર્લ્ડ સ્પેસ વીક એસોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા દર વર્ષે અલગ અલગ વાર્ષિક થીમ નક્કી કરવામાં આવે છે. ચાલુ વર્ષે “Space and Sustainability” વિષય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

    લોકવિજ્ઞાન કેન્દ્ર ના પ્રમુખ સુજાત વલી સાથે વાત કરતા જણાવ્યું હતું કે \" ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) એ ઈસરો નું રજિસ્ટર્ડ સ્પેસ ટ્યૂટર છે. ગુજકોસ્ટ દ્વારા પ્રસ્થાપિત લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા તારીખ ૪ ઓક્ટોબર થી ૧૦ ઓક્ટોબર સુધી વર્લ્ડ સ્પેસ ડેની ઉજવણી કરવામા આવી રહી છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ તથા નાગરિકો માટે સ્પેસ સાયન્સ અંગેની વિવિધ સ્પેસ આઉટરીચ પ્રવુતિઓ નું આયોજન કરવામાં આવેલ છે. જેથી બાળકોમાં અને સામાન્ય નાગરિકોને પણ સ્પેસ અંગે તથા તેની ઉપયોગિતા વિશે જાણકારી મળે , તેવા હેતુ થી આ વિવિધ પ્રવુતીઓ થનાર છે .

    આ અઠવાડિયા દરમિયાન લોકવિજ્ઞાંન કેન્દ્ર ગોધરા વિવિધ શાળાઓ , સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવેલ છે.જેમાં અવકાશ દર્શન, નિષ્ણાંતોના વક્તવ્ય, પ્રશ્ન મંચ,નિબંધ લેખન સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે . જે અનુસંધાને ધી ઇકબાલ યુનિયન હાઈસ્કુલ, ગોધરા ખાતે વિદ્યાર્થીઓ ને સ્પેસ અંગેનું જ્ઞાન આપી સ્પેસ ના વિષયો પર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ સ્પેસ ને લગતા જુદા જુદા ચિત્રો દોરી પોતાનો ઉત્સાહ દેખાડ્યો હતો. ખાસ કરીને ભારત દ્વારા છોડવામાં આવેલ સેટેલાઇટ , નવા શોધાયેલા ગ્રહો , સુનિતા વિલિયમ્સ વગેરે ચિત્રો દોરી જજીસ ને મંત્ર મુગ્ધ કર્યા હતા .જેમાં પ્રથમ,દ્વિત્ય,તૃત્ય અને ચતુર્થ નંબર આપી સૌથી સારા ચિત્રો દોરનાર બાળકોને પુરષ્કાર આપવામાં આવ્યાં હતાં .
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Panchmahal, Space Travel, Spacecraft

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन