Home /News /panchmahal /Panchmahal: હવે તમે પણ ખુલ્લા આકાશમાં ઉડાન ભરી શકશો; અહી થાય છે પેરાગ્લાઈડિંગ એક્ટીવીટી
Panchmahal: હવે તમે પણ ખુલ્લા આકાશમાં ઉડાન ભરી શકશો; અહી થાય છે પેરાગ્લાઈડિંગ એક્ટીવીટી
પાવાગઢ ખાતે પેરામોટરિંગ અને પેરાગલાઈડીંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. અમદાવાદની રોકઝોન કંપની દ્વારા વહીવટી તંત્રની મંજૂરી લઈ હાલ નવરાત્રી દરમિયાન આ એક્ટિવિટીસ શરૂ કરવામાં આવી છે. બન્ને રાઈડના અલગ અલગ ભાવ રાખવામાં આવ્યો છે.
પાવાગઢ ખાતે પેરામોટરિંગ અને પેરાગલાઈડીંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. અમદાવાદની રોકઝોન કંપની દ્વારા વહીવટી તંત્રની મંજૂરી લઈ હાલ નવરાત્રી દરમિયાન આ એક્ટિવિટીસ શરૂ કરવામાં આવી છે. બન્ને રાઈડના અલગ અલગ ભાવ રાખવામાં આવ્યો છે.
Prasant Samtani, Panchmahal: નોરતાની શરૂઆત થાય એટલે લોકો પ્રોગ્રામ બનાવાનું શરૂ કરે, કોઈક અંબાજી મંદિર માતાજીના દર્શને જાય, તો કોઈક શક્તિપીઠ પાવાગઢ માં બિરાજમાન મહાકાળીના દર્શન કરવા. નવરાત્રી આવતાની સાથે જ, લોકો પાવાગઢ શક્તિપીઠમાં આવેલ મહાકાળી મંદિરની મુલાકાત લઈ ગરબા રમી માતાજીની આરાધના કરતા હોંય છે.નવરાત્રી દરમિયાન રોજના આસરે 3 લાખથી વધુ માઈભક્તો દૂર દૂર થી મહાકાળીના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
રાજ્યમાં વધુને વધુ ટુરીઝમ વિકશે અને વધુ ને વધુ લોકો પાવાગઢની મુલાકાત લેતા થાય અને લોકોને જુદા જુદા પ્રકારની એક્ટિવિટીસ કરવા મળે તે હેતુ થી હાલોલ વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ ખાતે પેરામોટરિંગ અને પેરાગલાઈડીંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદની રોકઝોન કંપની દ્વારા વહીવટી તંત્રની મંજૂરી લઈ હાલ નવરાત્રી દરમિયાન આ એક્ટિવિટીસ શરૂ કરવામાં આવી છે. શું તમે પણ પેરા મોટરિંગ અને પેરાગલાઈડીંગ એક્ટિવિટી કરવા માંગો છો? તો આવો જાણીએ કેવી રીતે અને કેટલાંમાં થાય છે આ એક્ટિવિટીસ, અને શું હોંય છે સેલ્ફટી સુવિધાઓ.!
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વડાતળાવ ખાતેથી પેરામોટરીંગ અને ભદ્રકાળી મંદિરથી પેરાગ્લાઈડિંગ એક્ટિવિટીની શરૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ એકટીવીટીની સાથે જ ઊંચાઈના ચાહકો દૂર દૂર થી એક્ટિવિટી કરવા આવી રહ્યા છે.
પેરામોટરિંગ એક્ટિવિટીમાં મુખ્યત્વે ફ્લેટ જમીનથી અથવા ગ્રાઉંડથી પેરાશૂટ અને મોટરની મદદ થી રાઈડની શરૂઆત કરવામાં આવે છે, અને ત્યાં જ ઊતારી રાઈડ પુરી થતી હોંય છે. જ્યારે પેરાગ્લાઈડિંગમાં પહાડ ઉપરથી પેરાશૂટ અને મોટરની સાથે નીચે તરફ છોડવામાં આવે છે. અને નીચે ઉતરી રાઈડ પુરી થાય છે. આવો જાણીએ પેરામોટર અને પેરાગ્લાઈડિંગ વિશે કેટલીક રોચક બાબતો.
પેરામોટરીંગ:આ રાઈડ 8 થી 10 મિનિટની રહે છે. જેમાં ફ્લેટ ગ્રાઉંડ થી આકાશમાં 1500 ફિટ સુધીની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. જેમાં એક પાઈલોટ અને એક પેસેન્જર હોંય છે. આ રાઈડ જ્યાંથી શરૂ થઈ હોંય ત્યાંથી 3 km ના રેડિયસ સુધી આકાશમાં ફરવાની મજા માણી શકાય છે. સેલ્ફટી માટે આ રાઈડ માં રિઝર્વ પેરાશૂટ પણ રાખવામાં આવે છે, જે ઈમર્જન્સી સમયએ ઉપયોગમાં લઈ શકાય છે. આ રાઈડ તમારે કરવી હોંય તો તમારે પર પર્સન 1500/- રૂપિયા ચૂકવવા પડશે. આ આ રાઈડ 3 વર્ષથી વધુ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પરંતુ તે વ્યક્તિ (મહિલા) પ્રેગનેટ ના હોવી જોઈએ, ઊંચાઈ નો ફોબિયા ધરાવનાર, હાર્ટની સમસ્યા હોંય, બ્લડપ્રેશર ની સમસ્યા હોંય, તેવા વ્યક્તિઓ માટે આ રાઈડ બિલકુલ કામની નથી.
પેરાગ્લાઈડિંગ: આ રાઈડમાં 2000 ફિટ પહાડની ઊંચાઈથી નીચે તરફ છોડવામાં આવે છે. સેફટી માટે આ રાઈડ માં રિઝર્વ પેરાશૂટ પણ રાખવામાં આવે છે, જે ઈમર્જન્સી સમયએ ઉપયોગમાં લઈ શકાય છે. આ રાઈડ તમારે કરવી હોંય તો તમારે પરપર્સન 1500/- રૂપિયા ચૂકવવા પડશે. આ આ રાઈડ 3 વર્ષથી વધુ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પરંતુ તે વ્યક્તિ (મહિલા) પ્રેગનેટ ના હોવી જોઈએ, ઊંચાઈ નો ફોબિયા ધરાવનાર, હાર્ટની સમસ્યા હોંય, બ્લડપ્રેશર ની સમસ્યા હોંય, તેવા વ્યક્તિઓ માટે આ રાઈડ બિલકુલ કામની નથી.