Home /News /panchmahal /Panchmahal: ગોધરાના મુસ્લિમ કારીગરોએ બનાવેલા નવરાત્રિના દાંડિયા છે પ્રખ્યાત, દેશ વિદેશમાં છે માંગ

Panchmahal: ગોધરાના મુસ્લિમ કારીગરોએ બનાવેલા નવરાત્રિના દાંડિયા છે પ્રખ્યાત, દેશ વિદેશમાં છે માંગ

હિન્દુ મુસ્લિમ એકતા નું ઉત્તમ ઉદાહરણ , ગોધરા ના દાંડિયા બનાવનાર મુસ્લિમ કારીગરો

ગોધરામાં આવેલ આસરે 200 થી 300 સંગાડા અને દરેક સંગાડામાં કામ કરતા 5 થી 6 કારીગરો એમ મળી કુલ 1000થી વધુ કારીગરો નવરાત્રિના 6 મહિના અગાઉ થી જ દાંડિયા બનવાનું કામ શરૂ કરી દેતા હોય છે.

    Prashant samtani, panchmahal:  નવરાત્રિ આવતાની સાથે જ નવરાત્રિ રસિકોબજારોમાં ચણિયાચોળી, દાંડિયા, શેરવાની વગેરેની ખરીદી શરૂ કરી દેતા હોય છે. સાથે સાથે નવરાત્રિમાં ગરબા તેમજ રાસ રમવા માટે બજારમાં દાંડિયાની ખૂબ માંગ હોય છે, ત્યારે ગોધરા સમગ્ર દેશમાં દાંડિયાના ઉત્પાદનમાં મોખરે છે. ગોધરામાં લગભગ 500 કારખાના આવેલા છે. ગોધરા માથી દાંડિયા બની સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્રની સાથે સાથે દેશના ખૂણે ખૂણે વેચાય છે. ગોધરામાં આવેલા આસરે 200 થી 300 સંગાડા અને દરેક સંગાડામાં કામ કરતા 5 થી 6 કારીગરો એમ મળી કુલ 1000થી વધુ કારીગરો નવરાત્રિના 6 મહિના અગાઉ થી જદાંડિયાબનવાનું કામ શરૂ કરી દેતા હોય છે. અને નવરાત્રિ આવતા પ્રત્યેક કારખાના લાખોની સંખ્યા માં દાંડિયા બનાવી જુદા જુદા શહેરોમાં  વેચતા હોય છે.

    ગોધરા સમગ્ર દેશમાં દાંડિયાના ઉત્પાદનમાં મોખરે છે, તમને જાણીને નવાઈ લાગશે કે ગોધરામાં આવેલા મોટા ભાગના દાંડિયાના કારખાના મુસ્લિમ ભાઈઓના છે. ગોધરા શહેરમાં આસરે 1000થી વધુ મુસ્લિમ ભાઈઓ દાંડિયા બનાવી પોતાની આજીવિકા મેળવે છે, પરંતુ નવરાત્રિના દિવસો પછી દાંડિયાની માંગ હોતી નથી જેથી તેઓ વેલણ, ચકલા તથા લાકડા ની અન્ય ચીઝ વસ્તુઓ બનાવી પોતાની આજીવિકા મેળવવા હોંય છે.



    સમગ્ર દેશમા દાંડિયાના ઉત્પાદનમાંગોધરા શહેર અગ્રેસર કેન્દ્ર બન્યું છે ત્યારે દેશ ભરના દાંડિયા વેપારીઓ દાંડિયા ની હોલસેલ ખરીદી માટે ગોધરા આવતા થયા છે. દાંડિયાની મુખ્ય વેરાઇટીઓ માં મુખ્યત્વે જુદા જુદા કલર ના દાંડિયા, લાઈટ વાળા દાંડિયા, ફેન્સી દાંડિયા પ્રખ્યાત છે.



    દાંડિયાની બનાવટમાં મુખ્યત્વે લાકડાને નાની નાની પટ્ટીઓમાં કટટીંગ કરી સંગાડાં માં મશિન ની મદદ થી દાંડિયા ના શેપ માં ઢાળવામાં આવે છે, ત્યાર પછી, તે મશીનમાં કારીગરો ધ્વારા ચોક કલર થી દાંડિયા ને કલર કરવામાં આવે છે, આમ સુંદર મજા ના દાંડિયા તૈયાર થાય છે.



    આ પણ વાંચો: ગોધરાની આ માર્કેટમાં મળી રહી છે અવનવી ચણિયાચોળી, આટલો છે ભાવ

    ગોધરા શહેરમાં આવેલ આગમ મસ્જિદની પાછળ મોટા ભાગના સંગાડામાં દાંડિયા બનાવાનું કામ ચાલતું હોંય છે. આ સિવાય ગોન્દ્રા વિસ્તાર, જવહરપુરા વિસ્તાર મા સંગાડા આવેલા છે. એવાજ સંગાડા ના માલિક ઇમરાન અહેમદ ગારીબા છેલ્લા 20 વર્ષ થી સંગાડા નો વેપાર કરે છે.



    દર વર્ષે જ્યારે નવરાત્રિ ને 3 થી 4 મહિના બાકી હોંય ત્યારે તેઓ અન્ય તમામ વસ્તુઓ નું ઉત્પાદન બંદ કરી માત્ર દાંડિયા નું ઉત્પાદન કરતા હોંય છે, તેમના સંગાડા માં 5 થી વધુ કારીગરો કામ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.ગોધરા ના મુસ્લિમ કારીગરો હિન્દુ ભાઈઓ ના નવરાત્રિ ના તહેવાર માટેદાંડિયાબનાવે છે અને તેમના બનાવેલાદાંડિયાથી જ્યારે હિન્દુ ભાઈઓ બહેનો માતાજી ના ગરબા રમે છે ત્યારેદાંડિયાબનાવનાર કારીગરો ખુશીની લાગણી અનુભવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन