હાલોલમાં યુવકની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા સાથે હાલોલની રીન્કી ચોકડી પાસે યુવક પર તીક્ષણ હથિયાર વડે ઘા કરતાં મોત ગતરાત્રે યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસને આ મામલાની જાણ થતા પોલીસ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો અનુસાર યુવકની હત્યા પ્રેમ સબંધમાં થઈ હોવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ રેફરલ હોસ્પિટલ ખાતે પોલીસ પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથધરી મરણ પામનાર યુવકની હત્યા કોણે કરી અને શા માટે કરી એ દિશામાં દિશા મા તપાસ આગળ વધારી છે.