Panchmahal news: શહેરા તાલુકાના ઉંમરપુર ગામના વ્યક્તિની તાડવા પેટ્રોલપંપ પાસે હત્યા કરાઈ છે. શહેરા તાલુકાના ઉમરપુર ગામનો વ્યક્તિ શહેરા પતંગ લેવા આવ્યો હતો. ત્યારે નજેવી બાબતને લઈને અજાણીયા ઈસમોએ હત્યા કરી નાખી હતી.
ઉમરપુર ગામના આગેવાનના જણાવ્યા મુજબ પ્રકાશભાઈ કાળુભાઇ પરમાર ટ્રેક્ટર લઈને શહેરા ગામે પતંગ લેવા આવ્યા હતા. અને વળતા પતંગો લઈને જતા હતા.ત્યારે શહેરા અમદાવાદી હોટેલ પાસે કઈક કામ અર્થે રોકાયા હતા.ત્યારે બિજા ઈસમો જોડે પીપુડી વગાડવાના બાબતે ઝઘડો થયો હતો.
અને તે સમયે સમાધાન પણ થઇ ગયું હતું સમાધાન થયાં છતાં પણ બીજા ઈસમો પ્રકાશભાઈના ટ્રેક્ટર પાછળ પાછળ ગયા હતા. અને પ્રકાશભાઈ તાડવા પેટ્રોલપંપ પર રોકાયા હતા ત્યારે પાછળ બાઇક ઉપર આવેલા ઇસમોએ તેમને પકડીને ગેબી માર માર્યો હતો જેથી પ્રકાશભાઈ મૃત્યુ પામ્યા હતા.
ત્યાર પછી ગ્રામજનોને ઘટનાની જાણ થઈ હતી જેને લઇને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને શહેરા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મૃતકને પીએમ માટે લઇ ગયા અને આ બાબત ને લઈને તે દિશામાં આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.