Home /News /panchmahal /Godhra: ગુજરાતના આ જાદુગરે કર્યા છે 21 હજારથી વધુ શો, જુઓ વીડિયો

Godhra: ગુજરાતના આ જાદુગરે કર્યા છે 21 હજારથી વધુ શો, જુઓ વીડિયો

X
જાદુગર

જાદુગર કરણે જાદુના અનેક શો કર્યા છે અને નામના મેળવી છે.

ભૂત,પ્રેત, ડાકણ વગેરે જેવા તત્વો હોતા નથી જાદુ ફકત મનોરંજન માટે જોવાની વસ્તુ છે, અને અંધશ્રદ્ધાથી દુર રહેવા જાદુગર કરણે લોકોને અપીલ કરી હતી.

Prashant Samtani, Panchmahal - ભારત દેશમાં મનોરંજન માટે જાદુ કલાએ પ્રાચીન યુગથી ચાલી આવી છે. લોકો જાદુ મનોરંજન માટે જોતા હોય છે. હાલના આધુનિક સિનેમા , ટી.વી ,મોબાઇલના યુગમાં પણ લોકો મનોરંજન માટે લોકો જાદુ કળાને વધુ પસંદ કરે છે. જાદૂ કળાએ આપણા ભારત દેશની પ્રાચીન અને ઐતિહાસિક કળા છે. જાદૂ કળા એટલે તંત્ર,મંત્ર, ભૂત, પ્રેત નથી હોતી પરંતુ જાદૂ હાથની સફાઇ હોય છે. જાદુને લોકો મનોરંજન માટે જોતાં હોય છે. આપણા દેશમાં એવા થોડા જ કલાકારો છે જેઓ જાદુગર તરીકે જાદુના શો બતાવીને દેશની પ્રાચીન જાદૂ કળાને જીવિત રાખી છે.

જો આપણે જાદુકળા અને જાદુગરની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાત હિંમતનગરના વતની કારણ જાદુગરને કેવી રીતે ભૂલી શકાય. કરણ જાદુગર દ્વારા સમગ્ર દેશમાં 21000થી પણ વધુ કરવામાં આવ્યા છે. જેઓ છેલ્લા 37 વર્ષથી જાદુના શો સાથે કામ કર્યું છે, અને પોતે છેલ્લા 28 વર્ષથી જાદુના શો કરે છે. કરણ જાદુગર દ્વારા પંજાબ, ગુજરાત, રાજસ્થાન ,મધ્યપ્રદેશ , કર્ણાટક, દિલ્લી, હરિયાણા, આંદ્ર પ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં 21000 થી પણ વધુ જાદુના શો કર્યા છે.


જાદુએ પારિવારિક મનોરંજન છે, જેમાં ઘરના નાની ઉંમરના વ્યક્તિથી લઇ ઘરના મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે બેસીને જાદુનો શો નિહાળી શકે છે. જાદુના શો દરેક વર્ગના ઉંમરના લોકોને પસંદ આવે છે. જાદુનો શોએ પારિવારિક મનોરંજન પૂરું પાડે છે.

જ્યારે લોકો જાદુનો શો જોવા આવતા હોય છે, ત્યારે તે લોકો ફકત રજૂઆત કરનાર જાદુગરને જુએ છે પરંતુ જાદુનો શો કરવા માટે બેક સ્ટેજના લોકોનો પણ રોલ અત્યંત મહત્વપૂર્ણ હોય છે.



કારણ જાદુગર સાથે વાત કરતા જણાયું હતુ કે, તેઓ છેલ્લા 37 વર્ષથી જાદુના શો સાથે સંકળાયેલા છે અને 28 વર્ષોથી તેઓ પોતે જાદુના શો કરે છે. અને સમગ્ર દેશમાં 21000 થી પણ વધુ સફળ શો કર્યા છે. તેઓ હાલ ગોધરા શહેરની જનતાને જાદુઈ શો બતાવી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે , ભૂત,પ્રેત, ડાકણ વગેરે જેવા તત્વો હોતા નથી જાદુ ફકત મનોરંજન માટે જોવાની વસ્તુ છે, અને અંધશ્રદ્ધાથી દુર રહેવા લોકોને અપીલ કરી હતી.

જાદુગર કરણે જાદુના અનેક શો કર્યા છે અને નામના મેળવી છે.
First published:

Tags: Local 18, ગોધરા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો