Prashant Samtani, Panchmahal - હાલમાં ખ્રિસ્તી લોકોનો તહેવાર નાતાલ આવી રહ્યું છે. નાતાલ એ ખ્રિસ્તી લોકો માટે મોટો તહેવાર છે. નાતાલએ ખ્રિસ્તી સમાજના ભગવાન ઇસુ ખ્રિસ્તનું જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇસુ ખ્રિસ્ત દ્વારા સમજને સારા રસ્તે લઈ જવામાં મદદ કરી હતી.ગોધરા શહેરમાં પણ નાતાલ તહેવારની ઉજવણી માટે ચર્ચોમાં તૈયારીઓ ચલી રહી છે. ગોધરા શહેર ખાતે 117 વર્ષ જૂની ચર્ચમાં નાતાલ તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. - જાણો ગોધરા શહેરમાં આવેલ 117 વર્ષ જૂની ચર્ચ નો ઈતિહાસ.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સૌથી જૂનો અને ઐતિહાસિક 117 વર્ષ જૂનો મેથોડિસ્ટ ચર્ચ છે. આ ચર્ચ નું નિર્માણ કાર્ય ઇ. સ. 1905 માં રેવ. બેન્ક્રોફ્ટ દ્વારા ચર્ચની જમીન ખરીદીને કરવામાં આવી હતી. ઇ.સ. 1912માં રેવ. બેન્ક્રોફ્ટ અને મિસિસ લેમ્પર્ડ દ્વારા ચર્ચ શરૂ કરી અને લોકોની સેવા કરવામાં આવી હતી.
સામન્ય રીતે ખ્રિસ્તી સમાજ 3 તહેવારોની ઉજવણી કરતા હોય છે, તેમાં નાતાલ એ મુખ્ય તહેવાર છે. ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્તનુ મૃત્યુ થયું થયું હતું અને ઇસ્ટર તહેવાર એ ગુડ ફ્રાઈડે ના ત્રીજા દિવસે ઇસુ ખ્રિસ્ત નું પુનઃ જન્મ થયું હતું તેથી તેને ઇસ્ટર તરીકે ઉજવણી કરવામાં આવે છે.
ગોધરા ચર્ચમાં દર રવિવારે સવારે 9 વાગ્યા થી બાઇબલ બોધપાઠ પાદરી દ્વારા કરવામાં આવે છે. એના ગોધરા શહેર તેમજ સમગ્ર દેશની સુખાકારી માટે ભગવાન ઇસુ ખ્રિસ્તની પ્રાથના કરવામાં આવે છે.
ગોધરા શહેરમાં આશરે 2500થી વધુની ખ્રિસ્તી લોકોની વસ્તી છે, તેમાં મેથોડિસ્ટ સંપ્રદાયના 300 કુટુંબો છે જેના 400 સભ્યો છે.