Home /News /panchmahal /ગોધરામાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણીમાં ફરિયાદીના મકાનને તાળું મારી દીધું, પોલીસે કરી અટકાયત

ગોધરામાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણીમાં ફરિયાદીના મકાનને તાળું મારી દીધું, પોલીસે કરી અટકાયત

પૈસાની ઉઘરાણી કરી ઘમકી આપી

Panchmahal News: પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામેં લાલ આંખ કરી ગોધરા શહેરના બે વ્યાજખોરો સામે મની લોન્ડરીંગની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શહેરમાં અન્ય વ્યાજખોરો સામે પણ કાર્યવાહી કરવા માટેની કામગીરી શરૂ કરી છે.

વધુ જુઓ ...
  રાજેશ જોશી, પંચમહાલ: પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામેં લાલ આંખ કરી ગોધરા શહેરના બે વ્યાજખોરો સામે મની લોન્ડરીંગની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શહેરમાં અન્ય વ્યાજખોરો સામે પણ કાર્યવાહી કરવા માટેની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોએ મુદ્દલ મૂડી કરતાં ડબલ નાણાંની વસુલાત કર્યા બાદ પણ ઉઘરાણી જારી રાખી હતી. જેમાં એક વ્યાજ ખોરે તો નાણાં લેનારના મકાનને તાળું પણ મારી દીધું હતું. ત્યારે સરકાર દ્વારા પોલીસ મારફતે વ્યાજખોરોને ડામવા માટે ની મુહિમ શરૂ કરવામાં આવી છે જેને લઈ ભોગ બનનાર હવે ખુલીને બહાર આવી રહ્યા છે.

  10% ના માસિક વ્યાજે નાણા લાવ્યા હતા


  પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા મિહિર ભરતભાઈ રાણાએ ગોધરા શહેરએ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ મુજબ તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. કોરોના સમયમાં નોકરી બંધ થઈ ગઈ હતી અને ગત જુલાઇ 2020માં ફરિયાદી મિહિરના પિતા ભરતભાઈને કોરોના થતા તેમની દવા સારવાર માટે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં તેમના ઓળખીતા મનોજ હસમુખ રાણા પાસેથી 1.20 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા ત્યારે મનોજ દ્વારા 10% ના માસિક વ્યાજે નાણાં આપવાની તૈયારી બતાવી હતી અને તે વ્યાજદરે 1.20 લાખ રૂપિયા પોતાનો કોરો ચેક આપી વ્યાજે લઈને પિતાની સારવાર કરાવી રહ્યા હતા.

  આ પણ વાંચો: ગુજરાત સાયન્સ સિટી બન્યું ફ્રી વાઈ-ફાઈ કેમ્પસ

  મૂડી કરતા પણ વધારે વ્યાજ ચૂકવ્યું


  આ દરમિયાન તેમના તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેમની મરણોત્તર વિધિ બાદ વધુ નાણાંની જરૂરિયાત ઊભી થતાં અને એક દિનેશ દંતાણી નામના વ્યક્તિ પાસેથી પણ રૂપિયા 70 હજાર 10%ના વ્યાજે લીધા હતા. તેમજ ફરીથી નોકરી શરૂ થતાં દર મહિને બન્ને વ્યક્તિઓને તેઓ નિયમિત દર મહિને 10% લેખે વ્યાજ ચૂકવી રહ્યા હતા. દરમિયાન મિહિર રાણા દ્વારા મનોજ રાણાને પ્રથમ 50,000 અને બાદમાં પોતાના સગા સંબંધીઓ પાસેથી નાણાં મેળવી એમ કરીને બાદમાં 3.50 લાખ રૂપિયા રોકડા એમ 1.20 લાખની સામે કુલ 4 લાખ રૂપિયા પરત આપ્યા હતા

  નાણાંની ઉઘરાણીમાં મકાનને તાળું મારી દીધું


  જ્યારે દિનેશ દંતાણીને 70,000ના 10% લેખે દર મહિને 7 હજાર વ્યાજ ચૂકવતા હતા. આમ કુલ 1.40 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ દિનેશ દંતાણી દ્વારા ફરિયાદી પાસે હિસાબ પેટે રૂપિયા 5 લાખ બાકી હોય તે નાણાંની ઉઘરાણી કરી ગોધરાની ગોકુલધામ સોસાયટીમાં આવેલા મિહિર રાણાના મકાનને તાળું મારી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના ઘરને તાળું લાગી જતા મિહિર રાણા પોતાના સસરાના ઘરે બાલાસિનોર ખાતે રહેવા જતા રહ્યા હતા. બાદમાં દિનેશ દંતાણી અને તેમના પત્નિ દ્વારા બાલાસિનોર ખાતે જઈને પણ નાણાંની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

  આ પણ વાંચો: નરાધમ શિક્ષકે આઠ વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

  પોલીસ ફરિયાદ થતા આરોપીઓની ધરપકડ


  સમગ્ર બાબતે વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે તેમજ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઉપાડવામાં આવેલી ખાસ મુહિમથી પ્રેરાઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી. પોલીસે બંને વ્યાજખોરો સામે આઇપીસી તેમજ ગુજરાત મની લોન્ડરીંગ એક્ટની જુદીજુદી કલમો હેઠળ ગુન્હો નોંધી પ્રથમ બન્ને ઈસમો અને બાદમાં આરોપી મહિલાની અટકાયત કરી છે. આ સાથે તેમના કોરોના ટેસ્ટ કરાવી તેમની ધરપકડ કરી તેમણે અન્ય કોને કોને વ્યાજે નાણાં આપ્યા છે, કેટલા ટકા વ્યાજે આપતા હતા. તેમજ કેટલા નાણાં વસુલ્યા છે તેમજ આટલી મોટી રકમ તેઓ ક્યાંથી લાવ્યા તે અંગેની તપાસ હાથ ધરી છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Extortion, Panchmahal Crime, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन